1. Home
  2. Tag "ahmedabad airport"

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન

અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ટ્રાફિકમાં જબરો વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર  આવતા અને એરપોર્ટ પરથી જનારા પ્રવાસીઓ સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું હતુ. સતત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની […]

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીથી 7 સિનિયિર સિટિઝન મુસાફર ફ્લાઈટ ચુક્યાં

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ ઉપરથી એક જ દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુસાફરી કર્યાનો રેકોર્ડ તાજેતરમાં નોંધાયો હતો. દરમિયાન હવે એરપોર્ટ તંત્રની બેદરકારી સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટીના કારણે એક-બે નહીં પરંતુ સાત જેટલા સિનિયર સિટીઝન અમેરિકાની ફલાઈટ ચુક્યાં હોવાનો આક્ષેપ કરાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવા માટે સાત મુસાફરો એરપોર્ટ […]

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે […]

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક ટ્રાફિકમાં વધારો, જમ્મુ, જેસલમેર સહિત નવી આઠ ફ્લાઈટ શરૂ થઈ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લાભભાઈ પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન ડોમેસ્ટીક પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે નવી આઠ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વિન્ટર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ […]

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 1.39 કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલાં એક નાઈજિરિયન શખસને કસ્ટમ વિભાગે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે આ નાઈજિરિયન શખસ પાસેથી કેપ્સુલ જપ્ત કરી હતી. આ કેપ્સુલમાં ડ્રગ્સ સંતાડીને નાઈજિરિયન શખસ લઈ જઈ રહ્યો હતો. આ નાઈજિરિયન શખસે જે જગ્યાએ […]

અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડોના ડ્રગ્સ સાથે નાઈજીરિયન નાગરિક ઝબ્બે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી કસ્ટમ વિભાગે શંકાના આધારે નાઈજીરિયન નાગરિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 1.39 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ ડ્રગ્સની કેપસ્યુલ પોતાના શરીરમાં છુપાવી રાખ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઈથી આવેલી […]

અમદાવાદ એરપોર્ટ પર કોવિડનો રેપિડ RTPCR ટેસ્ટ અન્ય એરપોર્ટ્સ કરતા સસ્તો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનો ટ્રાફિક વધતો જાય છે. ત્યારે એરપોર્ટ પર જ કોરોનાના ટેસ્ટિંગ આરટીપીસીઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટને કારણે વિદેશથી આવતાં પેસેન્જરોના ઍરપોર્ટ ઉપર RTPCR ~ 400 અને RAPID RTPCR ~2700 લેવામાં આવે છે. આ ચાર્જ વધુ હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. પરંતુ  દેશના […]

અમદાવાદઃ એરપોર્ટ ઉપર આફ્રિકન નાગરિક કેકોઈનના જથ્થા સાથે ઝડપાયો

આરોપી પાસેથી એનસીબીએ કોકેઈન ઝડપાયો દુબઈથી આરોપી ફ્લાઈટમાં આવ્યો હતો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોની ફેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેને અટકાવવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર એક આફ્રિકન નાગરિકને છ કરોડના કોકેઈનના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે […]

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો

અમદાવાદઃ  કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદ જેવા મેગાસિટીમાં હવે રોજના માત્ર કોરોનાના બે કેસ જ નોંધાય રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની જતા જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.  ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં 2.23 લાખ […]

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code