Homeગુજરાતીઅમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી તા. 20થી 30 એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામ ને લીધે બંધ રહેશે. જેને પગલે  ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન વડોદરાથી થશે. વડોદરાથી ખાનગી એરલાઈન્સની અંદાજે 10 જેટલી ફ્લાઇટ રોજ આવ-જા કરશે.

સત્તાધીશો મુજબ આ ફ્લાઇટમાં રોજના 50 મુસાફરો આવશે તો પણ 500 જેટલા મુસાફરો વડોદરા ને રોજ મળશે, જેથી અન્ય આવકમાં વધારો થશે. આ સાથે ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ ચાર્જ અને ફ્યુઅલની આવક પણ વડોદરા એરપોર્ટને મળશે. જોકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાત્રે કાર્યરત થતી હોવાથી અમદાવાદથી ઉપડશે તેમ જાણવા મળ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એરલાઇન્સ દ્વારા અમદાવાદથી ઉપાડતી ફલાઈટ વડોદરાથી કાર્યરત કરાતી હોય છે. જેમણે અગાઉ બુકિંગ કરાવ્યું હોય તેમને રિફંડ અથવા ઓલ્ટરનેટ તરીકે વડોદરા ડેસ્ટિનેશનથી મુસાફરી કરવા જણાવાયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img