1. Home
  2. ગુજરાતી
  3. ગરમીના કારણે થતા ખીલની સમસ્યામાં અપનાવો આ ઘરેલું ઉપચાર
ગરમીના કારણે થતા ખીલની સમસ્યામાં અપનાવો આ ઘરેલું ઉપચાર

ગરમીના કારણે થતા ખીલની સમસ્યામાં અપનાવો આ ઘરેલું ઉપચાર

0
Social Share
  • ખીલની સમસ્યામાં લીમડાની પેસ્ટ બેસ્ટ ઓપ્શન છે
  • એલોવીરા જેલને ચહેરા પર લગાવાથી ખીલ દૂર થાય છે

સામાન્ય રીતે ગરમીમાં યૂવા વર્ગને ખીલની સમસ્યા ખૂબ સતાવતી હોય છે, મહિલાઓ હોય કે પુરુષ ગરમી આવતાની સાથે ખીલ,ફુલ્લીઓ ખૂજલી આવવી જેવી ત્વચા સંબંધિ સમસ્યાઓ જાણે પીછો છોડતી હોતી નથી, આવા સમયે તમારા ચહેરાને ઠંડક પહોંચે તેવી સારવાર ઘરે રહીને જ કરવી જોઈએ , આ સાથે જ ગરમીમાં વારંવાર કુદરતી ઠંડા પાણીથી ચહેરો ઘોવો જોઈએ.

આ સાથે જ ત્વચા ચીકણી અથવા તો ઓઈલી રહેતી હોય છે જેના કરાણે આપણાને ફૂલ્લીઓ અને ખીલ થતા હોય છે એટલે પહેલા તો ત્વચાને પોષણ યૂક્ત અને ડ્રાય બનાવવી જોઈએ, તો ાજે આપણે ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ માટે કુદરતી સારવાર જોઈશું

ગરમીમાં તમારા ચહેરાની આ રીતે કરો સારવાર

  • લીમડાનાપાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવીને 10 થી 14 મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ઘોઈલો, આમ કરવાથી ચહેરાની ચીકાસ દૂર થશે, અને ત્વચા ખીલી ઉઠશે
  • હરદળમાં એક ચમચી મલાઈ બનાવીને આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો ,ત્યાર બાદ 10 મિનિટ પછી ચહેરો ઘોઈલો, મલાઈ તમારી ડ્રાઈ સ્કિનને મોશ્વચરાઈઝર પુરુ પાડશે, આ નુસ્કો ડ્રાય સ્કિન વાળા લોકો માટે છે.
  • બેસનમાં હરદળ અને દૂદ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવીને સુકાવા દો ત્યાર બાદ હાથ વડે સ્ક્રબ કરતા હોય તે રીતે ઘસી લો અને ઠંડા પાણીથી ચહેરો ઘોઈલો, આમ કરવાથી ખીલ અને ફોલ્લીઓની સમસ્યા દૂર થશે , સાથે જ ચહેરા પર નિખાર આવશે
  • ગરમીમાં રોજ રાતે સુતી વખતે તનારા ચહેરા પર એલોવીરા જેલ લગાવીને સુવુ, સવારે તમારા ચહેરા પર ગ્લો દેખાશે, તે સાથે જ ચહેરાપરનો ડસ્ટ દૂર થશે જેથી ખીલની સમસ્યા ઓછી થઈ જશે.
  • મુલાતની માટીનો ફેશપેક લગાવવાથી પણ ચહેરા પર ખીલ અને ડાધની સમસ્યાઓ દૂર થાય છે.મલતાની માટી લગાવીને 10 મિનિટ રહેવાદો , આ માટચીમાં રોઝ વોટરનો ઉપયોગ કરો જેથી ચહેરા પર ઠંડક પણ મળશે.
  • ટામેટાને કાપીને તેને ચહેરા પર અપ્લાય કરો, ટામેટાથી ચહેરા પરનો ડસ્ટ દૂર થાય છે અને ગ્લો લાવવામાં મદદ મળે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code