Homeગુજરાતીગુજરાતઅમદાવાદઃ એરપોર્ટ ઉપર આફ્રિકન નાગરિક કેકોઈનના જથ્થા સાથે ઝડપાયો

અમદાવાદઃ એરપોર્ટ ઉપર આફ્રિકન નાગરિક કેકોઈનના જથ્થા સાથે ઝડપાયો

  • આરોપી પાસેથી એનસીબીએ કોકેઈન ઝડપાયો
  • દુબઈથી આરોપી ફ્લાઈટમાં આવ્યો હતો
  • તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોની ફેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેને અટકાવવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર એક આફ્રિકન નાગરિકને છ કરોડના કોકેઈનના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઝડપી લીધો હતો. અમદાવાદ એરપોર્ટ ઉપરથી અવાર-નવાર દાણચોરીનું સોનું પકડાય છે. ત્યારે કોકેઈનનો આટલો મોટો જથ્થો ઝડપાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એક આફ્રિકન નાગરિક હેરોઈનનો જથ્થો લઈને હવાઈ માર્ગે અમદાવાદ આવી રહ્યો હોવાનું એનસીબીને બાતમી મળી હતી. જેથી એનસીબી અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વોચ ગોઠવી હતી. દરમિયાન દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી આફ્રિકન નાગરિક ઉતર્યો હતો. જેથી શંકાના આધારે એનસીબીએ અટકાવીને તપાસ કરતા તેની પાસેથી કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પાસેથી લગભગ 6 કિલો કોકેઈનનો જથ્થો મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

આ અંગે એનસીબીએ ગુનો નોંધીને આફ્રિકન નાગરિકની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. તેની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવવાની શકયતા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img