Homeગુજરાતીદેશ-વિદેશધોનીએ IPL માંથી લીધો સન્યાસ, CSKમાં નિભાવશે મહત્વની જવાબદારી

ધોનીએ IPL માંથી લીધો સન્યાસ, CSKમાં નિભાવશે મહત્વની જવાબદારી

નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: IPL 2027 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ IPL માંથી સન્યાસની જાહેરાત કરી હતી. ધોની હવે રમતના મેદાનમાં ખેલાડી તરીકે નહીં પરંતુ નવી ભૂમિકામાં જોવા મળશે. પાંચવાર ચેમ્પિયન CSKએ તેમને 2027 માટે ટીમના મેંટર બનાવવાનો નિર્ણય લીધો હતો. એટલે ધોની IPL અને CSK સાથે જ જોડાયેલા રહેશે. ધોનીના સન્યાસના નિર્ણયથી તેમના કરોડો પ્રશંસકોને ભારે આઘાત લાગ્યો છે.

ધોનીની આગેવાનીમાં IPL માં CSK પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. તેમની કેપ્ટનશીપમાં CSKએ અનેક સફળતા હાંસલ કરી છે. જો કે, હવે આઈપીએલના ખેલાડી તરીકેની તેમની કારકિર્તિનો અંત આવ્યો છે. હવે ટીમના ડગઆઉટમાં તેઓ મેંટરની ભૂમિકામાં જોવા મળશે. હવે ધોની પોતાનો અનુભવથી ખેલાડીઓને માર્ગદર્શન પુરુ પાડશે. ધોનીનો CSK સાથે ખાસ સંબંધ છે. CSK ની ઓળખ માનવામાં આવે છે ધોની, હવે નિવૃત્તિ બાદ અન્ય સિનિયર ખેલાડીઓની જેમ મેંટરની ભૂમિકામાં જોવા મલશે. તેમજ ફેન્ચાઈઝીને પણ વિશ્વાસ છે કે, ધોનીના માર્ગદર્શન હેઠળ ફરી CSK સફળતા હાંસલ કરશે.

CSKના માલિક એન.શ્રીનિવાસને પણ ધોની સાથેના પોતાના બે દાયકાના સંબંધોને તાજા કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ધોની વિના CSKની કલ્પના કરવી મુશ્કેલ છે. અમે બે દાયકાથી એક-બીજા સાથે આગળ વધ્યાં છીએ. આ દરમિયાન અમે સફળતા, મુશ્કેલીઓ અને અનેક ઉતાર-ચડાવ સાથે જોયા છે. મારી અને ધોની વચ્ચે હંમેશા ભરોસો મહત્વનો રહ્યો છે. આ ભરોસાએ અમારી આ સફરને સરળ બનાવી છે.

શ્રીનિવાસને વર્ષ 2008માં થયેલી આઈપીએલની પ્રથમ ઓક્શનને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે મે જ ધોનીને ચેન્નઈની ટીમમાં સામેલ કરવા માટે ભાર મુખ્યો હતો. ધોનીને ટીમમાં સામેલ કરવાનો મારો નિર્ણય સૌથી સફળ રહ્યો હતો. એક ખેલાડીની સાથે ધોની વ્યક્તિગત રીતે પણ સારી વ્યક્તિ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img