1. Home
  2. ગુજરાતી
  3. લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત
લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત

લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત

0
Social Share

નવી દિલ્હી: માલદીવ સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપને લઈને મોટો પ્લાન બનાવ્યો છે. હવે મિનિકોય ટાપુસમૂહ પર નવું એરપોર્ટ વિકસિત કરવાની તૈયારી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો સાથે ફાઈટર જેટ્સ અને મિલિટ્રી એરક્રાફ્ટ્સને પણ ઓપરેટ કરવામાં સક્ષમ થશે. તેના પહેલા પણ મિનિકોય ટાપુસમૂહમાં નવા હવાઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. પરંતુ સંયુક્ત ઉપયોગવાળા ડિફેન્સ એરફીલ્ડના આ પ્લાનને તાજેતરના દિવસોમાં ઘણું જોર મળ્યું છે. સૈન્ય દ્રષ્ટિકોણથી આ હવાઈ ક્ષેત્ર ભારતને મજબૂત ક્ષમતા ઉપલબ્ધ કરાવશે. તેનો ઉપયોગ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્ર પર નજર રાખવામાં થશે. તેની સાથે જ આનાથી પર્યટનને પણ ખૂબ પ્રોત્સાહન મળવાનું છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરનારી એવી પહેલી ફોર્સ હતી કે જેણે મિનિકોય ટાપુસમૂહમાં હવાઈ પટ્ટી બનાવવાનું સૂચન આપ્યું હતું. તાજેતરના પ્રસ્તાવ મુજબ, ભારતીય વાયુસેનાને મિનિકોયથી ઓપરેશન ચલાવવામાં ઘણી મદદ મળશે. મિનિકોય એરપોર્ટ સુરક્ષાદળોને અરબી સમુદ્રમાં પોતાનું મોનિટરિંગ વિસ્તારવામાં મદદ કરશે. તેની સાથે જ મિનિકોયમાં એરપોર્ટ ક્ષેત્ર હોવાથી પર્યટનને પ્રોત્સાહન મળશે, તેને લઈને સરકાર દ્વારા હાલના દિવસોમાં ઘણું જોર અપાય રહ્યું છે. લક્ષદ્વીપની યાત્રાને લઈને આજકાલ ભારતીયોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની લક્ષદ્વીપ યાત્રાની કેટલીક તસવીરો શેયર કરી હતી. તેને જોયા બાદ લોકોમાં ત્યાંની યાત્રા કરવાની ચાહત વધી છે. તેને લઈને ઓનલાઈન સર્ચ કરવામાં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો છે. ટૂર એન્ડ ટ્રાવેલ સર્વિસ પ્રદાતા મેકમાઈટ્રિપે કહ્યું છે કે તેને પ્લેટફોર્મ પર આને લઈને સર્ચમાં 3400 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહ્યુ છે કે અમે પીએમની યાત્રા બાદથી લક્ષદ્વીપ માટે ઓન-પ્લેટફોર્મ સર્ચમાં 3400 ટકાનો વધારો જોયો છે. ભારતીય સમુદ્ર તટોમાં રુચિએ અમને ભારતીય પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા અને દેશના મનમોહક સમુદ્ર તટોની ભાળ મેળવવા માટે પ્રેરીત કર્યા છે. સાથે જ ઓફર અને છૂટની સાથે પ્લેટફોર્મ પર ભારતના સમુદ્રતટ કેમ્પેન શરૂ કરવાની તૈયારી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code