Site icon Revoi.in

તમિલનાડુ એરપોર્ટ ઉપર સિંગાપોરથી પરત ફરેલી મહિલા પાસેથી રૂ. 47 લાખનું સોનું ઝડપાયું

Social Share

બેંગ્લોરઃ સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે દાણચોરો વધારે સક્રીય બન્યાં છે. બીજી તરફ કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ સોનાની દાણચોરી અટકાવવા માટે કમર કસી છે, જેથી દાણચોરો પણ એરપોર્ટ ઉપર કસ્ટમ સહિતની એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને સોનાની દાણચોરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ એજન્સીઓએ નવી-નવી ટેકલોનોજીની મદદથી દાણચોરોને ઝડપી લેવા માટે કામગીરી કરી રહી છે. દરમિયાન તમિલનાડુના ત્રિચી એરપોર્ટ ઉપરથી વિદેશથી આવતી મહિલાને સોનાની ચેઈન સાથે ઝડપી લેવામાં આવી હતી. આ સોનાની ચેઈનની કિંમત રૂ. 47 લાખ હોવાનું અને મહિલા સિંગાપોરથી ફલાઈટમાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના ત્રિચી એરપોર્ટ ઉપર વિદેશથી આવતી ફ્લાઈટમાંથી અનેક પ્રવાસીઓ ઉતર્યા હતા. બીજી તરફ કસ્ટમ વિભાગને આ ફ્લાઈટમાં એક મહિલા સોનાની દાણચોરી કરીને આવતી હોવાની માહિતી મળી હતી. જેથી એરપોર્ટ ઉપર પ્રવાસીઓનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન એક મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગે તેને અટકાવી હતી. તેમજ મહિલાની તથા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. મહિલાના સમાનમાંથી લગભગ 800 ગ્રામના વજનની સોનાની ચેઈન મળી હતી. જેથી આ અંગે કસ્ટમના અધિકારીઓએ મહિલાની પૂછપરછ કરી હતી. જો કે, મહિલા સંતોષકારક જવાબ નહીં આવતા કસ્ટમ વિભાગે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. મહિલા પાસેથી મળેલી સોનાની ચેઈનની કિંમત લગભગ 47.46 લાખ હોવાનું જાણવા મળે છે.