Site icon Revoi.in

આત્મનિર્ભર ભારત અભિયાનથી નાગરિકોના જીવન સ્તરનો થશે વિકાસઃ રાષ્ટ્રપતિ

Social Share

દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી શરૂઆત થઈ હતી. આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ સુધી જ સીમિત નથી, પરંતુ તે ભારતના દરેક નાગરિકનું જીવન સ્તર ઉપર લાવવા તથા દેશનો આત્મવિશ્વાસ વધારવાનું પણ અભિયાન હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિએ એલએસી પર તૈનાત ભારતીય જવાનોની પણ પ્રસંશા કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું હતું કે, તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન સહન નથી. બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદનો અધિકાર આપે છે. આવી જ રીતે બંધારણ આપણને કાયદો અને નિયમનું પણ એટલું જ ગંભીરતાથી પાલન કરવાનું શિખવાડે છે. ખેતીને વધુ લાભકારી બનાવવા માટે સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તે આપણા માટે ગર્વની વાત છે. જો કે, કોરોના સામેની લડાઈમાં અનેક દેશવાસીઓને ગુમાવ્યાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા સંસદના છ સભ્યો પણ કોરોનાકાળમાં ગુમાવ્યાં છે. બીજી તરફ કોરોનાંકાળમાં આર્થિક પેકેજની જાહેરાત સાથે 80 કરોડ ગરીબોનો 8 મહિના વધુ અનાજ મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. બીજી તરફ દેશમાં માતા અને બાળમૃત્યુદરમાં ઘટાડો થયો છે. સરકાર દ્વારા મહિલાઓ માટે રોજગાર પુરી પાડવામાં આવી છે. ગામડાઓને ફાયબર ઓપ્ટીકલ સાથે જોડવામાં આવી રહ્યા છે. જેથી દેશમાં અર્થવ્યવસ્થાનાં સુધારો દેખાઈ રહ્યો છે. આજે ભારત વિશ્વમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્થાન બની રહ્યું છે. સરકારે શહેરીકરણ માટે રોકાણ કર્યું છે. દેશમાં 27 શહેરોમાં મેટ્રોની કામગીરી હાલ ચાલી રહી છે. આમ સરકારે વિકાસ અને ઉન્નતિ માટે ઘણા પગલાં ભર્યા છે.