Site icon Revoi.in

મધ્યપ્રદેશના જલબપુરમાં ATMમાં નાણા જમા કરવા ગયેલી ટીમ ઉપર હુમલોઃ લાખોની લૂંટ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગૌરાબાજાર વિસ્તારમાં એટીએમ સેન્ટરમાં નાણા જમા કરવવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક અંદાજ મુજબ બંને લૂંટારુઓ 30 લાખની આસપાસની લૂંટ કરી હોવાનું જાણવા મળે છે. એક લૂંટારાએ કરેલા ગોળીબારમાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું. તે જ સમયે, અન્ય બે ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરાબાજાર વિસ્તારમાં બિલહરી સ્થિત બેંકના એટીએમ સેન્ટરમાં બપોરના સમયે ટીમ નાણા જમા કરાવવા ગઈ હતી. દરમિયાન બે બુકાની ઘારી શખ્સો અંદર ઘુસી ગયા હતા.  કેશિયર રાજ બહાદુર સિંહ અને શ્રેયાંશ તામ્રાકર એટીએમમાં ​​પ્રવેશ્યા કે તરત જ ત્યાં છુપાયેલા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં એકનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લૂંટારૂઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.

સીએસપી આલોક શર્માએ જણાવ્યું કે રાજ બહાદુર સિંહ અને શ્રેયાંશ એટીએમમાં ​​પ્રવેશતા જ તેમના પર ફાયરિંગ કર્યું અને યુવક કેશ બોક્સ લઈને બહાર નીકળી ગયો હતો. ટીમ સાથે આવેલા સિક્યુરિટી ગાર્ડ રાજ બહાદુર પટેલ કાર્યવાહી કરે તે પહેલા જ ત્યાં મોટરસાઇકલ સાથે હાજર યુવકોએ તેમને ગોળી મારી દીધી હતી. એટીએમમાંથી બહાર આવેલા યુવકે સિક્યુરિટી ગાર્ડ પર પણ ગોળીબાર કર્યો હતો. કેશ વાનના ડ્રાઈવર વિકાસ યાદવને નીચે ઉતરવાનો પણ સમય ન મળ્યો. બંને યુવકો બાઇક પર ફરાર થઇ ગયા હતા.