Site icon Revoi.in

ઓટિઝમ : સામાજીક અવકાશની અંદર સામજીક મહત્ત્વ

Autism: Social significance within a social space
Social Share

વિશ્વભરમાં 2 એપ્રિલ એ ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઓટિઝમ એ ન્યૂરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજના ચેતાકોષોમાં કેટલાક ફેરફાર અને તેમની વચ્ચેના જોડાણોના પરિણામે તે ચોક્કસ વર્તણૂકીય સમસ્યાઓનું કારણ બને છે. જે સામાજિક પ્રતિક્રિયા સંદેશાવ્યવહાર, વર્તન અને બોધાત્મક પ્રક્રિયાને અસર કરે છે. ઓટિઝમની અસરો એ હળવાથી ગંભીર સુધીની હોઈ શકે છે. ઓટિઝમ એ સ્પેક્ટ્રમ સ્થિતિ છે જેમાં બાળકોમાં સામાજીકરણ અને વાતચીત કરવાની ક્ષમતા, સમજવાની ક્ષમતા, વૈચારિકલક્ષી પ્રક્રિયાના વિકાસમાં ધીમો થતાં જોવા મળે છે.

 

Autism: Social significance within a social space

ભારતમાં, લગભગ 68 માંથી 1 બાળક એટલે કે  2-9 વર્ષની ઉંમરના બાળકોમાં 1.12 થી 1.5%  ઓટિઝમ નિદાન થાય છે. આ સમસ્યા સ્ત્રી કરતાં પુરૂષોને વધુ પ્રભાવિત કરે છે. ઓટિઝમનું નિદાન ધીમે ધીમે વધી રહ્યું છે. યોગ્ય સમજ અને જાગૃતિના અભાવના કારણે ઘણાં બાળકો આ સમસ્યાથી નિદાન થતાં નથી.

આ પણ વાંચોઃ ડાઉન સિન્ડ્રોમ: જેનેટિકલ સમસ્યાઓ સાથે કુદરતી શક્તિ સાથેનું સમન્વય ધરાવતું વ્યક્તિત્વ

ઓટિઝમ ધરાવતા બાળકોનાં મુખ્ય લક્ષણો જોઈએ તો કઇંક પોતાની જ સાથે વાત કરતાં હોય તે રીતે રમવું, બાળપણથી જ આંખનો સંપર્ક ટાળવો, સરખી ઉમરના લોકો સાથે રમતના નિયમો સાથે રમવામાં તકલીફ પડે છે, લાગણીઓનું આદાન પ્રદાન કરી શકતા નથી, એક જ વર્તન વારંવાર કરતાં રહેવું, ક્યારેક કેટલાક ગંભીર સુધીના લક્ષણો ધરાવતા બાળકો પોતાની જાતને મારતા પણ હોય છે.

આપણા સમાજમાં લોકો એક ખોટી માન્યતા ધરાવે છે કે આ બાળકો ક્યારેય સારા થઈ શકતા નથી પરંતુ જો સમયસૂચકતા સાથે બાળકને યોગ્ય વાતાવરણમાં યોગ્ય ઉપચાર આપવામાં આવે તો ચોક્કસ અંશે આ બાળકોની સ્થિતિ અનુકૂળ તેમાં સુધારો લાવી શકીએ છીએ. વિશ્વમાં અનેક ઉદાહરણો છે જ્યાં ઓટિઝમ ધરાવતા લોકોએ અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. આ સ્પષ્ટ કરે છે કે મર્યાદા તેમની નથી — મર્યાદા તેમને સમજવા માટે રહેલા આપણા દૃષ્ટિકોણમાં છે. ઓટિઝમ સાથે નિદાન થયેલી એવી ઘણી વ્યક્તિઓ છે જે આજે પ્રખ્યાત સેલિબ્રિટિશ છે જેમ કે ભારતીય મોડેલ પ્રણવ બક્ષી, હોલીવુડ ફિલ્મ ડિરેક્ટર એન્થોની હોપકિન્સ, સ્ટીફન વિલ્ટશાર – બ્રિટિશ સ્થાપત્ય કલાકાર. કદાચ, એમેઝોન પ્રાઈમમાં લોકપ્રિય થયેલી ‘ધ ગુડ ડૉક્ટર’ વેબ સિરીઝ મોટાભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મમાં ભજવેલા મુખ્ય રોલ જે બતાવવામાં આવે છે તે ઓટિઝમ માટેનું એક સારું ઉદાહારણ કહી શકાય છે.

આ પણ વાંચોઃ બાળકોનાં સપનાં માટે રોકાણ અને સુરક્ષાનો સમન્વયઃ જાણો કઈ પૉલિસી સૌથી ઉપયોગી રહેશે!

વર્તમાન સમયમાં એવા માતા-પિતા છે કે જેમણે પોતાના બાળકો પાસે સમય પસાર કરવા માટે સમય નથી ત્યારે ઓટિઝમના બાળકોનાં માતા-પિતા તેઓને લઈને તેમની સારવાર માટે થેરાપી માટે જતા હોય છે. જો આ બાળકોને વર્તણૂક થેરાપી, એબીએ, ઓક્યુપેશનલ થેરાપી, પ્લે થેરાપી, સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન જેવી મલ્ટી ડાઈવરજન્ટ થેરાપી આપવામાં આવે તો ચોક્કસ રીતે તેમના મજજાકીય તેમજ વર્તણૂક સમસ્યાઓને લઈને સુધારો લાવી શકાય છે.

2 એપ્રિલના દિવસે ‘યુનાઇટેડ નેશન’ દ્વારા “ઓટિઝમ અને માનવતા – દરેક જીવનનું એક મહત્ત્વ છે” ની થીમ રાખવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે આ બાળકોને પણ તેમના જીવનમાં તેમના મહત્ત્વપૂર્ણ નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત સાથે મહત્ત્વ રહેલું છે જે રીતે એક સામાન્ય વ્યક્તિ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ફેસિલિટીશ, સામાજીક આંતરક્રિયા કરી શકે તેમ આ બાળકોને પણ અધિકાર હોય છે.

ભારતીય રાઇટ ટુ પર્સન ડિસેબીલીટી એક્ટ – 2017 પ્રમાણે તે તમામ અધિકાર એ આ બાળકોને મળતા હોય છે. ઓટિઝમ વિશે સમજ વધારવી અને સ્વીકારનો અભિગમ અપનાવવો એ સમયની જરૂર છે. યોગ્ય સહકાર અને સંવેદનશીલતા દ્વારા આપણે વધુ સમાવેશક અને સમાનતાવાદી સમાજ રચી શકીએ છીએ.

મન:મર્મ: ઓટિઝમ એક સ્પેક્ટ્રમ સમસ્યા છે જેમાં અનુકૂળ વાતાવરણમાં કરેલો ઉછેર યોગ્ય ઘડતર માટે મદદરૂપ થાય છે. અને તે પ્રતિભાશાળી વ્યક્તિત્વમાં પરિવર્તિત થતું હોય છે. ખરેખર તો ઓટિઝમ ધરાવતાં બાળકોને અને તેમનાં માતા-પિતાને બદલવાની જરૂર નથી પરંતુ જેઓ ખોટી માન્યતા ધરાવે છે તેઓને પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
Exit mobile version