Site icon Revoi.in

મશહૂર કોમેડિયન કપિલ શર્માની બનશે બાયોપિક – ફિલ્મનું ટાઈટલ હશે ‘ફનકાર’

Social Share

કપીલ શર્માની બનશે બાયોપિક
ફિલ્મનું નામ હશે ફનકાર

 

મુંબઈઃ-કોમેડી વર્લ્ડ અને બોલિવૂડ સુધીમાં પોતાની મહેનત અને કલાકારીથી પોતાનું નામ બનાવનાર કપીલ શર્મા કોઈની ઓળખના મોહતાજ નથી, આજે દેશભરમાં અને વિદેશમાં કપીલનું નામ ખૂબ જાણીતુ બન્યું છે. કપિલ શર્માનો શો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ વર્ષોથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે.

કોમેડિ જગતમાં પોતાની મહેનત અને ક્ષમતાથી એક અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. કપિલ શર્મા પોતાની કોમેડીથી રડતાને હસાવી દે છે પરંતુ તેની પોતાની જિંદગી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. સેલિબ્રિટી બનવા પહેલા અને પછીની તેની સફર સરળ રહી નથી. કપિલના જીવનના ઘણા એવા પાસાઓ છે જેના વિશે ફેન્સ કદાચ જાણતા નથી. હવે ફેન્સને પણ કપિલના જીવનના અજાણ્યા પાસાઓને જાણવાનો મોકો મળશે, કારણ કે કપિલના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે

કપિલ શર્મા પર બનવાની આ ફિલ્મનું ટાઈટલ પણ સામે આવ્યું છે. કપિલ શર્માના જીવનના ઉતાર-ચઢાવને દર્શાવતી આ ફિલ્મનું નામ ‘ફનકાર’ રાખવામાં આવ્યું છે. જોકે આ ફિલ્મમાં તે પોતે કપિલની ભૂમિકા ભજવશે કે પછી તેની જગ્યાએ અન્ય કોઈ હશે, આ અંગેની માહિતી સામે આવી નથી.

મળતા રિપોર્ટ્સ મુજબ, કપિલ શર્માની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. તેમના જીવન પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન ‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ કરશે. આ ફિલ્મનું નિર્માણ નિર્માતા મહાવીર જૈન અને ચેન્નાઈ સ્થિત લાયકા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કપિલે ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું શાનદાર ભૂમિકા કરી હતી . આ સિવાય હવે કપિલ શર્મા પણ નેટફ્લિક્સ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં તેણે તેનો પ્રોમો પણ શેર કર્યો હતો