Site icon Revoi.in

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો- બાબરે બનાવ્યું હતું મંદિર

Social Share

અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠની સામે 28મા દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાબરનામાને ટાંક્યું હતું. રાજીવ ધવને ક્હ્યુ છે કે ત્યાં મંદિર જ બાબરે બનાવ્યું હતું.

હિંદુ પક્ષકાર તો ગેઝેટિયરને પોતાની સુવિધા પ્રમાણે ટાંકી રહ્યા છે, પરંતુ ગેઝેટિયર ઘણાં અલગ-અલગ સમય પર અલગ દ્રષ્ટિકોણથી જાહેર થયું હતું. માટે સીધેસીધું એ કહી શકાય નહીં કે બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.

રાજીવ ધવને કહ્યુ હતુ કે જસ્ટિસ અગ્રવાલે આ વિચારથી પણ સારોકાર ધરાવતા નથી, જે ક્યાંક રિપોર્ટને માની રહ્યા છે અને ક્યાંક નહીં. તેના પર જસ્ટિસ બોબડેએ સવાલ કર્યો છે કે ઘણી જૂની મસ્જિદોમાં સંસ્કૃતમાં પણ કેટલુંક લખાણ મળ્યું છે. તે કેવી રીતે?

સવાલનો જવાબ આફતા રાજીવ ધવને કહ્યુ હતુ કે કારણ કે તેને બનાવનારા શ્રમિક કારીગર હિંદુ હતા, તો તેઓ પોતાની રીતે ઈમારત બનાવતા હતા. બનાવવાનું કામ શરૂ થતા પહેલા તેઓ વિશ્વકર્મા અને અન્ય પ્રકારની પૂજા પણ કરતા હતા અને કામ પૂર્ણ થયા બાદ યાદગાર રીતે કેટલાક લેખ પણ અંકિત કરતા હતા.