Site icon Revoi.in

અયોધ્યાઃ- રામલલાએ ધારણ કર્યો સોનાનો મુકુટ, સાદગી સાથે રામનવમીની  ઉજવણી

Social Share

અયોધ્યાઃ- આજે રામનવમીનો ઉત્સવ છે ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને લોકો ભગવાન રામનો જન્મ દિવસ સાદગીભર ઉજવી રહ્યા છે,  અયોધ્યામાં પોતાના સ્થાયિ મંદિરમાં બિરાજમાન શ્રીરામલલાએ આજરોજ બુધવારે રામનવમીના દિવસે નવો પોષાક અને સોનાનો મુકુટ ઘારણ કર્યો હતો. તેમને વૈદિક મંત્રોચ્ચાર સાથે નવો પોષાક સમર્પિત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે કે જ્યારે ભગવાન રામને સોનાનો મુકુટ ઘારણ કરાવવામાં આવ્યો છે, આ પહેલા સાઘારણ મુકુટમાં રામલલા જોવા મળતા હતા. 6 ડિસેમ્બર વર્ષ 1992 બાદ રામલલાને ચાંદીનો મુકુટ પહેરાવવામાં આવ્યો હતો.હવે રામલલા ટેન્ટથી પ્રસ્થાન પામીને મંદિરમાં બિરાજમાન થયા છે.ત્યારે પોતાના ચાર ભાઈઓ સાથે તેમણે આ સોનાનો મુકુટ ઘારણ કર્યો છે.

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્રએ જણાવ્યું હતું કે, રામલલાએ પોતાના ચારેય ભાઈઓ સાથે મળીને સોનાનો મુકુટ ઘારણ કર્યો છે, આ માટે ભક્તોએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમે ગુપ્ત દાન કરવામાં આવ્યું છે.

અરોધ્યામાં કોરોના સંક્રમણના કારણે રામનવમીનો તહેવાર સાદગી સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ માટે, સંતોએ પહેલાથી જ ભક્તોને ઘરે રહીને આ તહેવારની સાદગી સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી. તે જ સમયે, અયોધ્યા પહોંચેલા ભક્તોને શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

સાહિન-