Site icon Revoi.in

અયોધ્યામાં હશે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્તઃ રામજન્મ ભૂમિની રક્ષા માટે સ્પેશિયસ ફોર્સની થશે ચરના

Social Share

 

અયોધ્યાઃ- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના ભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધતી જઈ રહી છે. જ્યારે શ્રી રામ લલ્લા ભવ્ય ગર્ભગૃહમાં બિરાજશે ત્યારે દરરોજ લગભગ એક લાખ ભક્તો રામલલાના દર્શન કરેતેવી આશઆઓ સેવાી રહી છે,ત્યારે આવી સ્થિતિમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુરક્ષા માટે નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે સુરક્ષા એજન્સીઓ સાથે વિચાર-મંથન કરી રહ્યું છે. જે પ્રમાણે રામજન્મભૂમિની સુરક્ષા ત્રણ સ્તરીય હશે. આ માટે વિશેષ ફઓર્સની રચના પણ કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું માનવું છે કે જ્યારે રામ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે ભક્તોની ભારે ભીડ એકઠી થશે. તેથી તેમની સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે.સ્પેશિયલ ફોર્સમાં BSF, CRPF, CISF અને સિવિલ પોલીસ જવાનો પણ સુરક્ષામાં જોવા મળશે. આશઆ સેવાઈ રહી છે કે વર્ષ 2023માં રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.આ અંગે ટ્રસ્ટ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સતત ચર્ચાઓ ચાલી રહી છે. અયોધ્યામાં 29 અને 30 ડિસેમ્બરના રોજ મળેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં રામજન્મભૂમિની સુરક્ષાને લઈને મંથન થયું હતું.

આ બેઠકમાં શ્રી રામ જન્મભૂમિ સુરક્ષા સલાહકાર કેકે શર્મા પણ હાજર હતા. અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા અભેદ્ય રહેશે તે નક્કી કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ એક વ્યાપક સુરક્ષા યોજના સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.સુરક્ષા માસ્ટર પ્લાન રામ મંદિર નિર્માણ સમિતિના સભ્ય અને BSFના નિવૃત્ત ડીજી કેકે શર્મા તૈયાર કરશે. મંદિરની સુરક્ષા માટે વિશેષ દળની રચના કરવામાં આવશે.ડીજીની સૂચના અને સમીક્ષાના આધારે આ વિશેષ ટીમની રચના કરાશે, સીમા સુરક્ષા દળની સાથે સીઆરપીએફ, સીઆઈએસએફ અને સિવિલ પોલીસને વિશેષ દળોમાં તૈનાત કરવામાં આવશે.

ટ્રસ્ટના નજીકના સૂત્રોના જણાવ્યાપ્રમાણે , શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં ઘણા સર્કલમાં સુરક્ષા રહેશે. દરેક સર્કલ પર અલગ-અલગ એજન્સીઓ દ્વારા સુરક્ષા કરવામાં આવશે. પ્રથમ સર્કલની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સિવિલ પોલીસ કર્મચારીઓના શીરે રહેશે.સીઆરપીએફના જવાનોને બીજા સર્કલમાં તૈનાત કરવામાં આવશે. તે જ સમયે, ત્રીજું સર્કલ જે રામ મંદિરની સૌથી નજીક હશે તે BSF અને CISF જવાનોના હાથમાં હશે.રામ મંદિર સંકુલને અત્યાધુનિક સુરક્ષા સંસાધનોથી સજ્જ કરવાની પણ યોજના છે.