Site icon Revoi.in

આઝાદી કા અમૃત મહોત્સવ, અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગા રંગે રંગાયું,

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં ભારતની આઝાદીના 75માં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે. રાજ્યના તમામ શહેરોમાં ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગાના રંગે રંગાયુ છે. બહારના લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે એરપોર્ટ પરના ત્રિરંગી શણગારથી પ્રભાવિત બની રહ્યા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા ડોમેસ્ટીક એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી એરપોર્ટને શણગારવામાં આવતા એનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18×18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે. તેમાં છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવ્યો છે. સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના સરદાર પટેલ એરપોર્ટ જતા રસ્તાઓના સર્કલો પર પણ ત્રિરંગી લાઈટ્સની સીરીઝ મુકવામાં આવી છે. એટલું જ નહીં વીજળીના પોલ પર પણ ત્રિરંગી લાઈટ્સ મુકવામાં આવી છે. ઉપરાંત એરપોર્ટના બિલ્ડિંગને પણ નવ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટના પરિસરમાં તિરંગા લગાવવામાં આવ્યા છે. દેશ-વિદેશથી અમદાવાદ આવતા પ્રવાસીઓ પણ રાષ્ટ્રીય રંગે રંગાયેલા એરપોર્ટને જોઈને પ્રભાવિત થઈ રહ્યા છે. ઘણા પ્રવાસીઓએ એરપોર્ટનો ત્રિરંગી નજારાને મોબાઈલમાં કેદ કરીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો.