Site icon Revoi.in

બેંગ્લોરઃ વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી બતાવી હતી

Social Share

બેંગોલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દક્ષિણ ભારતના પ્રવાસે છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેએસઆર રેલવે સ્ટેશન, બેંગલુરુ ખાતે વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રાંતિવીર સાંગોલ્લી રાયન્ના (KSR) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ફ્લેગ-ઓફ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ દેશની પાંચમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે અને દક્ષિણ ભારતમાં આવી પ્રથમ ટ્રેન હશે. તે ચેન્નાઈના ઔદ્યોગિક હબ, બેંગલુરુના ટેક એન્ડ સ્ટાર્ટઅપ હબ અને પ્રખ્યાત પર્યટન શહેર મૈસુર વચ્ચે જોડાણ વધારશે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ કનેક્ટિવિટી તેમજ વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ આપશે. તે ‘ઇઝ ઓફ લિવિંગ’ પણ વધારશે. બેંગલુરુથી આ ટ્રેનને લીલી ઝંડી આપીને આનંદ થયો હતો.

Exit mobile version