એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ, બેંગ્લોરમાં ઈમરજન્સી લેન્ડિંગ
એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ થઈ જવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. બેંગ્લોર એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જીન અધવચ્ચે જ બંધ થઈ ગયું હતું. જે બાદ તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ 2820 બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ઉડાન ભરી હતી. […]