Site icon Revoi.in

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે 

Social Share

દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે ચાર દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા.મુલાકાતના પહેલા દિવસે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હસીના મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

બાંગ્લાદેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરશે.બેઠક પછી, બંને પક્ષો સંરક્ષણ, વેપાર અને નદીના પાણીની વહેંચણી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.હસીનાએ છેલ્લે ઓક્ટોબર 2019માં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.

દિલ્હી પહોંચવા પર ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું.મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે,આ મુલાકાત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.