Site icon Revoi.in

બાંગ્લાદેશઃ શરણાર્થી રોહિંગ્યાઓને નજીકના ટાપુ ઉપર મોકલવામાં આવશે

Social Share

દિલ્હીઃ બાંગ્લાદેશે સેંકડો રોહિંગ્યા શરણાર્થીઓને બંગાળની ખાડીના એક ટાપુ પર મોકલવાનું શરૂ કર્યું છે. માનવાધિકાર સંગઠનોએ સમુદ્રમાં ટાપુ ડુબી જવાનો ભય વ્યક્ત કરીને હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મ્યાનમાં ઓગસ્ટ 2017માં હિંસા અને અત્યાચારની પરિસ્થિતિ બાદ રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના લાખો લોકોએ હિજરત કરી છે. જે પૈકી 11 લાખ રોહિંગ્યા સમુદાયના નાગરિકોએ બાંગ્લાદેશમાં આશરો લીધો હતો. હાલ રોહિંગ્યાઓને નજીકમાં આવેલા ટાપુ ઉપર મોકલવામાં આવી રહ્યાં છે અને આગામી દિવસોમાં વધારે શરણાર્થીઓને મોકલવામાં આવશે.

રોહિંગ્યાઓને ટાપુ ઉપર મેકલવાની કાર્યવાહી ઉપર નજર રાખતા અધિકારી મહમદ શમશાદ દૌઝાએ જણાવ્યું હતું કે, નેવીના એક જહાજમાં 379 શરણાર્થિઓને ચટ્ટોગ્રામ શહેરથી ભસાન ચર ટાપુ લઈ જવાશે. આ ટાપુ દેશના દક્ષિણ પૂર્વીય તટ ઉપર સ્થિત છે અને લોકોએ સ્વૈચ્છાએ જઈ રહ્યાં છે.  લગભગ 1500 રોહિંગ્યાઓને આગામી કેટલાક અઠવાડિયામાં તબક્કાવાર ટાપુ મોકલવામાં આવશે.  અગાઉ લગભગ 19 હજાર જેટલા શરણાર્થીઓને કાક્સ બાજાર ટાપુ પર મોકલવામાં આવ્યાં છે.

આ શરણાર્થિઓ માટે ભોજન અને દવાની વ્યવસ્થા અંગે તંત્ર ધ્યાન આપી રહ્યું છે. સરકારે 11 મહિના પહેલા રોહિંગ્યા શરણાર્થીઓને મોકલવાનું શરૂ કર્યું હતું. સમુદ્રની વચ્ચે જમીન ઉપર એક ટુકડો ભશાન ચર ટાપુ છે. 40 ચોરસ કિલોમીટરની જમીનનો આ ટુકડો અત્યાર સુધી માછીમારો ઉપયોગ કરતા હતા. અહીં આ માછીમારો થોડો સમય રોકાઈને આરામ કરતા હતા. શરણાર્થીઓને નૌકાદળના જહાજો દ્વારા જુદા જુદા જૂથોમાં ટાપુ પર લઈ જવામાં આવી રહ્યા છે.