Site icon Revoi.in

ભારત-કેનેડા વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો ભારતને સહકાર,કહી આ વાત

Social Share

દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના વિવાદીત નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધોમાં અંતર વધી ગયું છે. ખાલિસ્તાની સમર્થક કેનેડાના પ્રધાનમંત્રીના વિવાદીત નિવેદન પછી ભારતને સહકારમાં હવે બાંગ્લાદેશ પણ આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યું કે અમને ભારત પર ગર્વ છે અને અમે ભરોસા સાથે કહી શકીએ છીએ કે ભારત કદી પણ આવી ઓછી હરકત નથી કરતું.

કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો વિશે બાંગ્લાદેશના મંત્રીએ કહ્યું કે આ ઘણું જ દુ:ખદ છે. અમને આ મામલે વધુ જાણકારી નથી, જેથી આ વિશે વધારે વાત નહીં કરી શકીએ. પરંતુ અમને ભારત પર ગર્વ છે. અમને ખબર છે કે ભારત કદી આવી હરકત નથી કરતું. અમારા ભારત સાથે ઘણાં જ મજબૂત અને નક્કર સંબંધો છે. જે મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત છે. આ એક ખૂબ જ દુ:ખદ પ્રકરણ છે. અમને આશા છે કે આ સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે ખુદ જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના સાંસદ અને નેતા ચંદ્ર આર્યાએ પણ ટ્રુડોને લપડાક લગાવી હતી. તેમણે કહ્યું હતું કે શું કોઈ વ્હાઈટ સમુદાય સમર્થક અગર કેનેડામાં કોઈ બીજા સમુદાય પર હુમલો કરે તો શું તે બચી જાત? પરંતુ ખાલિસ્તાનીઓ આવું કરીને પણ બચી જાય છે.

ચંદ્ર આર્યાએ એક વીડિયોમાં કહ્યું હતું કે કેનેડાના શીખોનો એક મોટો વર્ગ ખાલિસ્તાન આંદોલનનું સમર્થન કરતું નથી. તેઓ ઘણાં કારણોના લીધે ખાલિસ્તાની આતંકીઓના કાર્યક્રમોની જાહેરમાં આલોચના નથી કરી શકતા, પરંતુ તે સામાજિક, પારિવારિક અને ભાવનાત્મક રીતે કેનેડિયન હિંદુ સમુદાય સાથે જોડાયેલા છે.

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રૂબિને કહ્યું કે જે આતંકી (નિજ્જર) ના હાથ લોહીથી રંગાયેલા છે. કેનેડા તેનું સમર્થન શા માટે કરે છે. માઈકલે આગળ ક્હ્યું કે જો અમેરિકાએ ભારત અને કેનેડા બે માંથી કોઈ એકને ચૂંટવાનું થાય તો તે નિશ્ચિતપણે ભારત જ હશે.