Site icon Revoi.in

બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું,જાણો શું છે કારણ

Social Share

દિલ્હી : બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પે બોરિસ જોનસનને લોન કૌભાંડને લઈને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. BBCના ચેરમેન શાર્પે નિયમોના ભંગના અહેવાલ બાદ રાજીનામું આપ્યું છે. એક સ્વતંત્ર રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શાર્પે બોરિસ જોનસન માટે લોનના સંબંધમાં જાહેર નિમણૂંકના નિયમોનો ભંગ કર્યો હતો.

આ દરમિયાન, શાર્પે જણાવ્યું હતું કે તેઓ જૂનના અંત સુધી પદ પર રહેવાની વિનંતી પર  સંમત થયા છે.જેથી સરકારને તેમના અનુગામી શોધવા માટે સમય મળી રહે. દેશની પબ્લિક એપોઇન્ટમેન્ટ વોચડોગ તપાસ કરી રહ્યું છે કે સરકારે 2021 માં બ્રોડકાસ્ટરની અધ્યક્ષતા માટે શાર્પની પસંદગી કેવી રીતે કરી હતી.

અહેવાલમાં જાણવા મળ્યું છે કે તેણે સંભવિત હિતોના સંઘર્ષને જાહેર કરવામાં નિષ્ફળ રહીને જાહેર નિમણૂંકો માટે સરકારના કોડનો ભંગ કર્યો હતો. જોકે, શાર્પે જણાવ્યું હતું કે તેમના ચાર વર્ષના કાર્યકાળના અંત સુધી રહેવુંએ બ્રોડકાસ્ટરના ‘સારા કામ’ થી ધ્યાન ભટકાવનાર રહેશે. શાર્પે એક નિવેદનમાં કહ્યું, “મેં નક્કી કર્યું છે કે બીબીસીના હિતોને પ્રથમ સ્થાન આપવું યોગ્ય છે. તેથી જ આજે સવારે મેં વિદેશ મંત્રી અને બોર્ડને બીબીસીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.”