Site icon Revoi.in

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું મોટૂ નિવેદનઃ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાના આગલા હેડ કોચ બની શકે છે રાહુલ દ્રવિડ 

Social Share

 

દિલ્હીઃ-  તાજેતરમાં ક્રિકેટ જગતમાં મોટા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં આવતા મહિને યોજાનાર ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ટી 20 વર્લ્ડ કપ બાદ જ્યાં વિરાટ કોહલી મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી રાજીનામું આપે છે તો  રોહિત શર્માને તેના સ્થાને કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

બીજી તરફ ત ટીમના મુખ્ય કોચમાં  પણ મોટો ફેરફાર થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે રાહુલ દ્રવિડ, જેમને તેમના સમયમાં ભારતીય ક્રિકેટની ‘દીવાલ’ તરીકે ઓળખાતા હતા, તેઓ ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ બની શકે તેવી શક્યતાઓ સેવાી રહી છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીના ગયા બાદ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક નિવેદન દ્વારા આ સંકેત આપ્યો છે કે શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયા બાદ દ્રવિડને આ પદ સોંપવામાં આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે દ્રવિડને અસ્થાયી રૂપે ટીમના કોચ બનાવી શકાય છે. ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં ગાંગુલીએ એમ પણ જણાવ્યું હતું કે તેણે કોચ પદ અંગે રાહુલ દ્રવિડ સાથે વાત કરી નથી. ગાંગુલીએ કહ્યું, ‘હું સમજું છું કે તે કાયમી ધોરણે કામ કરવામાં રસ ધરાવતો નથી. જો કે, અમે પણ તેની સાથે ક્યારેય તેના વિશે વાત કરી નથી. જ્યારે આપણે આ વિશે વિચારીશું તો પછી નક્કી થશે  કે જોઈએ શું થાય છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ માત્ર ટી 20 વર્લ્ડકપ સુધીનો છે અને ત્યાર બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. શાસ્ત્રીએ ઘણી વખત એમ પણ કહ્યું હતું કે તેઓ તેમનો કરાર વધારવાના કોઈ મૂડમાં નથી. મીડિયામાં એવા અહેવાલો હતા કે શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ દ્રવિડ ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળશે. જોકે, દ્રવિડે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારતીય ટીમના આગામી કોચ નહીં હોય. દ્રવિડે કહ્યું હતું કે તે એનસીએમાં પોતાની ભૂમિકા ચાલુ રાખશે.