Site icon Revoi.in

BCCI નો મોટો નિર્ણય:કોરોનાને કારણે દિલ્હી-પંજાબ મેચ પૂણેથી મુંબઈ શિફ્ટ કરાઈ

Social Share

મુંબઈ:IPL 2022 માં કોરોનાએ એટેક કરી દીધો છે. સોમવારે દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિશેલ માર્શ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો.આ સિવાય ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમ ડોક્ટર સાલ્વી પણ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા હતા.આ પછી બુધવારે યોજાનારી દિલ્હી કેપિટલ્સ V/S પંજાબ કિંગ્સ મેચ પર ખતરો મડરાઈ રહ્યો હતો. આ મેચ પહેલા પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે.બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને ખુદ આ અંગે જાણકારી આપી છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝમાં માહિતી આપી હતી કે, દિલ્હી-પંજાબ વચ્ચે એમસીએ સ્ટેડિયમમાં યોજાનાર મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.આ મેચ નિર્ધારિત તારીખ 20 એપ્રિલે જ યોજાશે.

BCCIએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે,દિલ્હી કેપિટલ્સના કયા 5 સભ્યોને કોરોના થયો છે.સૌથી પહેલા દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.15 એપ્રિલે તે પોઝિટિવ મળી આવ્યા. આ પછી દિલ્હીના સ્પોર્ટ્સ મસાજ નિષ્ણાત ચેતન કુમાર 16 એપ્રિલે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.18 એપ્રિલના રોજ દિલ્હીના ઓલરાઉન્ડર મિશેલ માર્શ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.ટીમના ડૉક્ટર અભિજીત સાલ્વીને તે જ દિવસે કોરોના થયો હતો.18 એપ્રિલે દિલ્હીની સોશિયલ મીડિયા કન્ટેન્ટ ટીમના સભ્ય આકાશ માને પણ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

IPL 2022 હવે મોટી મુશ્કેલીમાં છે કારણ કે,દિલ્હી કેપિટલ્સના તે સભ્યો જે દરેક ખેલાડીના સંપર્કમાં છે તેમને કોરોના થઈ ગયો છે.ટીમના ફિઝિયો, મસાજ નિષ્ણાત અને ટીમ ડૉક્ટર કોરોનાના સંપર્કમાં આવ્યા છે.