Site icon Revoi.in

BDAY SPL:સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ નહીં પણ આ ફિલ્મથી બૉલીવુડમાં કરી હતી એન્ટ્રી

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના દમ પર આગવી ઓળખ બનાવી છે.સિદ્ધાર્થની એક્ટિંગ જ નહીં, લોકો તેના લૂકના પણ દીવાના છે.તેણે શેરશાહ, એક વિલન, સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.આજે એટલે કે 16 જાન્યુઆરીએ સિદ્ધાર્થ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, અભિનેતા ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે, તેથી જ આ જન્મદિવસ અભિનેતા માટે ખૂબ જ ખાસ રહેશે.

સિદ્ધાર્થનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો.સિદ્ધાર્થે 18 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેતાએ 2010માં શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.કરણ જોહરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થે એક્ટર તરીકે નહીં પરંતુ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

વર્ષ 2012 સિદ્ધાર્થની કારકિર્દી માટે શાનદાર સાબિત થયું કારણ કે આ વર્ષે તેને કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી.આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે આલિયા ભટ્ટ અને વરુણ ધવન પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા સારો દેખાવ કર્યો અને ઘણી કમાણી કરી. પોતાની પહેલી જ ફિલ્મથી સિદ્ધાર્થે લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું હતું. આ પછી સિદ્ધાર્થે ક્યારેય પાછું વળીને જોયું નથી અને દિવસેને દિવસે સફળતાની સીડીઓ ચડતો ગયો.

સિદ્ધાર્થે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘હસી તો ફસી’, ‘એક વિલન’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘બાર બાર દેખો’, ‘જબરિયા જોડી’, ‘મરજાવાં’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અભિનેતા વર્ષ 2021માં કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ‘શેરશાહ’માં જોવા મળ્યો હતો.જેમાં તેણે પોતાની જોરદાર એક્ટિંગથી બધાને ઈમોશનલ કરી દીધા હતા.બીજી તરફ, સિદ્ધાર્થ ટૂંક સમયમાં ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળશે.