Site icon Revoi.in

ઘર પરિવારની ચિંતા હોય તો ચેતી જજો, કોરોનાથી 577 બાળકો થયા અનાથ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના સમાચાર ખુબ મોટી સંખ્યામાં આજકાલ જોવા મળે છે અને સાંભળવા મળે છે. કોરોનાને લઈને સતર્ક થવુ તે સારી વાત છે પરંતુ બેદરકારી ભર્યુ વર્તન કરવુ તે અતિજોખમી સાબિત થઈ શકે છે.

તો વાત એવી છે કે કોરોનાવાયરસની બીજી લહેરતો આપણે સૌ લોકોએ જોઈ અને તેની ગંભીર અસરો પણ જોઈ. કેટલાક લોકો દ્વારા કોરોનાવાયરસને લઈને બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે પણ હવે વાત એવી છે કે જો તમને ઘર પરિવારની ચિંતા હોય તો ચેતી જજો.

મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોનાની બીજી લહેરમાં કેટલાક બાળકો એવા છે જેમણે પોતાના મા-બાપ ગુમાવ્યા છે. કોરોનાવાયરસની બીજી લહેરમાં અંદાજ 570 જેટલા બાળકો એવા છે જેમના પરથી પોતાના મા-બાપનો સાયો જતો રહ્યો છે.

આ બાબતે WDC મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ટ્વિટમાં જણાવવામાં આવ્યું કે ભારત સરકાર કોરોનાના કારણે પોતાની માતા અથવા પિતા અથવા માતા-પિતા બંન્નેને ગુમાવનાર બાળકોની મદદ કરવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 1 એપ્રિલથી આજ સુધીમાં દેશની રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ 577 બાળકોનો આંકડો આપ્યો છે જેમણે કોરોનામાં પોતાના મા-બાપને ગુમાવ્યા હોય.

હાલ આ બાળકોની સારસંભાળ પરિવારના અન્ય લોકો લઈ રહ્યા છે તેવી જાણકારી મીડિયા રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે.

જાણકારો દ્વારા તો તે પણ કહેવામાં આવ્યું છે કે જેટલો ભયંકર કોરોનાવાયરસ નથી તેનાથી વધારે ભયંકર તો લોકોની બેદરકારી સાબિત થઈ શકે છે. કોરોના એક એવી મહામારી છે જેમાં વેક્સિન અને માસ્કની સાથે સાથે સતર્કતા પણ રાખવી પડશે.