Site icon Revoi.in

સતર્ક રહેજો! કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન’ 500 ટકા વધારે ઝડપે ફેલાય છે

Social Share

દિલ્હી:કોરોનાવાયરસના કેસથી થોડા દિવસ કેટલાક દેશોને રાહત મળી, ભારતનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટએ જે રીતે અન્ય દેશોમાં હાહાકાર મચાવ્યો હતો તે રીતે ફરીવાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. જેનું નામ છે ઓમિક્રોન અને તે 500 ગણી વધારે ઝડપથી ફેલાય છે.

જાણકારી અનુસાર વિશ્વના 29 દેશોમાં 373 લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યું છે, જેમાંથી 183 દક્ષિણ આફ્રિકાના છે. તેની ઝડપનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં 50 ટકા કેસમાં બીટા વેરિયન્ટ અને 75 ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં 100 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને 80 ટકા કેસમાં માત્ર 10 દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે. તેથી તે અન્ય વાયરસ પ્રકારો કરતાં 500 ટકા ઝડપી હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે,1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં 37 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ભારતમાં ઉતરી હતી. જો કે, તેમાં 7,976 મુસાફરો આવ્યા હતા, જેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાથી 10 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, કોરોના પોઝીટીવ આવેલા તમામે તમામના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

WHO અનુસાર, ઓમિક્રોનના દર્દીઓ કોવિડ-19 દર્દીઓની હળવાથી ગંભીર શ્રેણીમાં ફેરવાઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વાયરસની ઘાતકતા વિશે અત્યારે તારણ કાઢવું ખૂબ જ વહેલું છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા સૂચવે છે કે અહીં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.