Site icon Revoi.in

ફેશન રાખવી પડી શકે છે ભારે, લાંબી દાઢી રાખનારા કોરોનાથી જલ્દી થઈ શકે છે સંક્રમિત

Social Share

કોરોનાવાયરસથી બચવા માટે અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. લોકોને સંક્રમિત થતા બચાવવા માટે અનેક પ્રકારની ગાઈડલાઈન અને સૂચનાઓ પણ આપવામાં આવી છે પણ હવે એક અભ્યાસમાં એવુ સામે આવ્યું છે કે જે દાઢી રાખનારા લોકોમાં ચિંતાનો વધારો કરશે.

તાજેતરમાં થયેલા સંશોધન મુજબ લાંબી દાઢી રાખનારાઓને પણ કોરોના વાયરસનો ખતરો વધારે રહે છે. કેટલાકની દાઢી કોરોનામાં લોકડાઉનના લીધે વધેલી હોય છે તો કેટલાકને લોંગ બિયર્ડનો શોખ હોય છે પરંતુ ડોકટર હવે કોરોનાકાળમાં લાંબી દાઢીને જોખમી માનવા લાગ્યા છે.

કોરોનામાં જે અંગ સૌથી વધારે ખુલ્લુ રહેતુ હોય ત્યા વાયરસ ચોટવાની સંભાવના વધારે રહે છે તેથી કોરોનાની સારવાર કરનારા ડોક્ટરો પણ પીપીઈ કીટ પહેરીને સારવાર કરતા હોય છે. આ અંગે અમેરિકાની એકેડમી ઓફ ડર્મેટોલોજીના સભ્ય અને ડોકટર એન્થોની એમ રોસીએ પોતાનો મત આપ્યો હતો અને કહ્યું કે જો કેટલાકને દાઢી ખૂબ વધેલી હોય તેવા કિસ્સામાં માસ્ક ફિટ બેસતું નથી. આથી મોં, નાક અને આંખ વ્યવસ્થિત રીતે કવર થતું નથી. આથી વાયરસ સરળતાથી પ્રવેશી શકે છે.

કોવિડ -૧૯ અંગે થયેલા સંશોધનમાં સંક્રમિત વ્યકિતના ખાંસવાથી, છીંકવાથી કે શ્વાસ લેવાથી ફેલાય છે. જો કે આ વાત પણ નવી નથી.

આ બાબતે નિષ્ણાંતો પણ માને છે કે લાંબી દાઢીવાળા માત્ર પોતાના માટે જ નહી બીજાને પણ સંક્રમણ થાય તેનો ખતર વધારે છે. કેટલાક માને છે કે દાઢીના વાળ ફિલ્ટરનું કામ કરે છે પરંતુ તે સાચું નથી.તે કોરોના જેવા અત્યંત બારિક વાયરસને રોકી શકતા નથી.