Site icon Revoi.in

અમદાવાદના ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન બે ફેઝમાં શરૂ કરાશે, નાના ટાપુ પર બગીચો બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવના આજુબાજુનો વિસ્તાર સ્લમ વિસ્તાર યાને ઝૂંપડપટ્ટી તરીકે જાણીતો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ચંડોળા તળાવને બે ફેઈઝમાં બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય લીધી છે. મોટા ચંડોળા તળાવના ડેવલોપમેન્ટને લઈને  ભાજપ સત્તાધીશો અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે શનિવારે તળાવની મુલાકાત લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મેયર અને વિપક્ષના નેતા સહિત પદાધિકારીઓએ ચંડોળા તળાવની મુલાકાત લઈને સ્થળ પરનું નિરિક્ષણ કરીને ચંડોળા તળાવના બ્યુટીફીકેશનને ચર્ચા કરી હતી. ચંડોળા તળાવને બે વિભાગમાં ડેવલોપ કરવા માટે થઈને વાત ચાલી રહી છે. જેમાં તળાવના જે વિસ્તારમાં પાણી અને વચ્ચે નાના ટાપુ જેવું છે, ત્યાં બગીચો બનાવી વ્યવસ્થિત રીતે તળાવનો વિકાસ કરવામાં આવશે. જયારે બીજા ભાગમાં જે વિસ્તારમાં ઝુપડપટ્ટી છે, તેનો થોડો ભાગ દૂર કરીને ખુલ્લા ભાગમાં વોકવે અને લાઇટીંગ કરીને તેનો વિકાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક કોર્પોરેટર અને વિપક્ષના નેતા સજ્જાદ ખાન પઠાણ દ્વારા તળાવના વિકાસને લઇને મિટિંગ કરીને  ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ વિપક્ષના નેતાએ કહ્યું હતું.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં આવેલું સૌથી મોટું ચંડોળા તળાવ જેની છેલ્લા કેટલાય સમયથી ડેવલોપ કરવાની વાત ચાલી રહી છે. શનિવારે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવનો વિકાસ કરવા માટે પ્લાનિંગ પણ  ભાજપના સત્તાધીશોને બતાવવામાં આવ્યા હતા. અને આગામી દિવસોમાં કમિશનર સાથે બેઠક કરી ઝડપથી તળાવના બ્યુટીફીકેશનની કામગીરી શરૂ થશે.અગાઉના અનેક મેયર અને કોંગ્રેસના નેતાઓ પણ વિઝીટ કરી ચૂક્યા છે પરંતુ નક્કર પરિણામ આવ્યું નથી. ફરી એકવાર ભાજપના સત્તાધીશો અને વિપક્ષ દ્વારા એકસાથે ચંડોળા તળાવના વિકાસની કામગીરી કરવાની વાત છે ત્યારે ખરેખર કામગીરી થશે કે કેમ તેના પર સવાલ છે.

Exit mobile version