Site icon Revoi.in

બોલિવૂડની ‘બેબો’ મનાવી રહી છે આજે પોતાનો 43મો જન્મ દિવસ ,જાણો તેના ફિલ્મી સફર અને અંગત જીવન વિશેની કેટલીક વાતો

Social Share

બેબો નામ સાંભળતા જ સૌ કોઈને બ્લયુટિફૂલ અભિનેત્રી કરીના કપૂરનો ખઅયાલ આવી જાય, જી હા બોલિવૂડમાં બેબો નામથી જાણતી હનેલી અભિનેત્રી કરિના કપૂર આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહી છે,તેણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે અને પોતાના લગ્ન જીવન અને બાળકોને લઈને તે હંમેશા ટાઈમલાઈનમાં પણ રહે છે.

ખાસ કરીને કરીના કપૂર પોતાની સ્ટાઈલને લઈને પણ ચર્ચાનો વિષેય બને છે. તેની અદા, શાનદાર એક્ટિંગ અને તેનો મેકઅપ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.કરીના કપૂર 20 વર્ષથી બોલિવૂડ પર રાજ કરી રહેલી જાણીતી અભિનેત્રી  છે.

આ કપૂર પરિવારની પ્રિય પુત્રી અને પટૌડી પરિવારની પુત્રવધૂ, અભિનેત્રી કરીના કપૂર ખાન આજે 43 વર્ષની થઈ ગઈ છે અને તે પોતાના પરિવાર સાથે આ ખાસ પળની ઉજવણી કરી રહી છે. બેબોનો જન્મદિવસ મધ્યરાત્રિએ પટૌડી પેલેસમાં ઉજવવામાં આવ્યો હતો, જેના ફોટો વાયરલ થી રહ્યા છે. 

બોલિવૂડમાં જૂદા જૂદા રોલ પ્લે કરીને તેણે સાબિત કર્યું છે કે તેના જેવું કોઈ નથી. બે દાયકા પછી પણ તે બોલીવુડની સુપરર સ્ટારમાં જોવા મળે છે. કરીના કપૂર દરેક પ્રસંગે ટ્રેન્ડ સેટ કરતી જોવા મળી હતી. જ્યારે પણ કરીનાએ અલગ રસ્તો અપનાવ્યો, લોકોએ તેના ખૂબ વખાણ કર્યા. 

જો કરીના અને સૈફની સવ સ્ટોરીની વાત કરીે તો એક ફિલ્મ શૂટિંગ દરમિયાન સૈફે કરીનાને પ્રપોઝ કર્યું હતું, જો કે કરીનાએ તોનો અસ્વીકાર કર્યા,ત્યાર બાદ સૈફે ફરી કરીનાને પેરિસમાં પ્રપોઝ કર્યું, તે પણ તે જગ્યાએ જ્યાં તેના પિતાએ તેની માતાને કર્યું હતું  છેવટે કરીના પણ માની ગઈ હતી.આ કપેલ વર્ષ 2012 માં લગ્ન કરી લીધા. આ પછી, બંને વર્ષ 2016 માં તૈમુરના માતાપિતા બન્યા અને 2021 માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો.

આ સહીત કરિના કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં સૌથી વધુ કમાણી કરતી અનિનેત્રી છે, કરીનાની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે લગભગ 25 કરોડ છે. જ્યારે તેની મહિનાની આવક 1.5 કરોડ રૂપિયા છે.

જો ફિલ્મની વાત કરીએ તો કરીના કપૂરે વ્રષ 2000થી  ‘રેફ્યૂજી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું ,ત્યાર બાદ તેણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે, તેની યાદગાર ફિલ્મોમાં મૂજ સે દોસ્તી કરોંગે, કભી ખુશી કભી ગમ, અશોકા, જબ વી મેટ, ઓમકારા,3 ઈડિયટ્સ, ચમેલી,મૂજે કૂછ કહેના હે,બંજરંગી ભાઈજાન, ગૂડ ન્યૂઝ, હિરોહીન ,રાવન, કિ એન્ડ કા, વિરા દી વેડિંગ, કુર્બાન, ટશન, ડોન, બોડિ ગાર્ડ જેવી સેંકડો ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા છે,તેણે અનેક ફિલ્મ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.