Site icon Revoi.in

વર્ષ 2014 પહેલા ખેલાડીઓને યોગ્ય કોચિંગ અને આર્થિક મદદ મળતી ન હતીઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓને કહ્યું કે દેશને તમારા પર ગર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે, “2014માં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા હતા તેના કરતાં આ ત્રણ ગણા વધારે છે.” 2014ની સરખામણીએ આ વખતે અમને લગભગ દસ ગણા વધુ ગોલ્ડ મેડલ મળ્યા છે. વર્ષ 2014માં અમે 15મા સ્થાને હતા, પરંતુ આ વખતે તમે દેશને ટોપ 5માં લાવ્યા છે. દેશ છેલ્લા નવ વર્ષમાં અર્થતંત્રની દ્રષ્ટિએ વિશ્વમાં દસમાંથી પાંચમા સ્થાને પણ પહોંચી ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે આ જ દાયકામાં ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ ત્રીજા નંબર પર પહોંચી જશે. વર્ષ 2047માં દેશ વિકસિત ભારત રહેશે.

પીએમ મોદીએ વિરોધ પક્ષોનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું હતું કે, “દેશમાં અગાઉ પણ સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ હતા, પરંતુ તેમને સમર્થન આપવા માટે કોઈ નીતિઓ નહોતી. સારી કોચિંગ સિસ્ટમ નહોતી. ખેલાડીઓને જરૂરી આર્થિક મદદ પણ ન મળી, પરંતુ છેલ્લા નવ વર્ષમાં દેશ જૂની વિચારસરણી અને સિસ્ટમમાંથી બહાર આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, એવા ઘણા ખેલાડીઓ છે જેમના પર ચારથી પાંચ કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તમે બધાએ માત્ર અગાઉના રેકોર્ડ તોડ્યા જ નથી, પરંતુ ધરાશાયી કર્યાં છે. તમે લોકો 111 મેડલ સાથે ઘરે પરત ફર્યા છો. આ માટે દેશને તમારા પર ગર્વ છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતે 29 ગોલ્ડ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા.