Site icon Revoi.in

કાર ખરીદતા પહેલા પોતાના બજેટની સાથે ધ્યાન રાખો આટલી મહત્વની વાતો

Social Share

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું પ્રથમ સ્વપ્ન ઘરનું ઘર ખરીદવાની હોય છે જે બાદ મોટરકાર ખરીદવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ કાર ખરીદી કરતી વખતે આર્થિક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાર ખરીદતા પહેલા તેનું બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી વ્યક્તિને તેના બજેટ પ્રમાણે યોગ્ય કાર પસંદ કરવામાં મદદ મળે છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આનાથી તમે તમારા માટે કારના સંભવિત વિકલ્પો વિશે જાણી શકો છો, કે બજેટમાં કઈ કાર ખરીદી શકાય છે. પરંતુ, પ્રશ્ન એ છે કે વ્યક્તિએ કાર ખરીદવા માટે કેટલા પૈસા ખર્ચવા જોઈએ. આનો જવાબ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, જેમ કે તમારી આર્થિક સ્થિતિ, જરૂરિયાત શું છે, તમને કારમાં કઈ સુવિધાઓ જોઈએ છે વગેરે વગેરે. પરંતુ, ફાઇનાન્સની દુનિયામાં, કાર ખરીદવા માટે બે ખૂબ જ લોકપ્રિય ફોર્મ્યુલા છે.

નવી કાર ખરીદવા માટે તમારી વાર્ષિક આવકના અડધાથી વધુ ખર્ચ ન કરો, આ નિયમ હંમેશા યાદ રાખો. ધારો કે તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે, તો તમારા માટે કાર ખરીદવાનું મહત્તમ બજેટ રૂ. 5 લાખ છે. ધ્યાનમાં રાખો કે આ બજેટ કારની ઓન-રોડ કિંમતનું હોવું જોઈએ કારણ કે વાસ્તવમાં તમારી પોકેટ મની તેની ઓન-રોડ કિંમત જેટલી જ જાય છે.

જો તમે લોન પર કાર ખરીદો છો તો 20/4/10 ફોર્મ્યુલા યાદ રાખો. આ એક ખૂબ જ લોકપ્રિય ફોર્મ્યુલા છે. તે મુજબ કાર ખરીદો. લોન પર કાર ખરીદતી વખતે, તેની કિંમતના ઓછામાં ઓછા 20% ડાઉન પેમેન્ટ કરો, લોનની મુદત ચાર વર્ષથી વધુ ન રાખો અને EMI તમારા પગારના 10% થી વધુ ન હોવી જોઈએ.

Exit mobile version