Site icon Revoi.in

એર ઈન્ડિયાના હસ્તાંતરણ પહેલા પીએમ મોદી મળ્યા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એર ઈન્ડિયાના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે ફાઈનલી એર ઈન્ડિયા ટટાટા ગ્રુપને સત્તાવાર સોંપવામાં આવી રહ્યું છે ,જો કે આ સોંપણી થાય તે પહેલા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકર આજ રોજ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ સમગ્ર બાબતને લઈને વડાપ્રધાન કાર્યાલયે પીએમ મોદી અને ટાટા ચેરમેન વચ્ચેની મુલાકાતનો ફોટો શેર કર્યો છે.એર ઇન્ડિયાનું સત્તાવાર હેન્ડઓવર છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ખાનગીકરણનો પ્રથમ મોટો સફળ સોદો હશે.

એર ઇન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટાએ કરી હતી. ત્યાર બાદ તે સરકારના હાથમાં જતી રહી. હવે તે ફરી એકવાર તેમના જ હાથમાં પરત આવી રહી છે. એક તરફ ટાટા સન્સના ચેરમેન અને પીએમ મોદી વચ્ચે બેઠક થઇ હતી, તો બીજી કંપનીના વરિષ્ઠ અધિકારીઓ નવી દિલ્હી સ્થિત એર ઇન્ડિયાના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. એર ઇન્ડિયાના અંતિમ હેન્ડઓવરનો અર્થ એ છે કે કંપનીનું વર્તમાન બોર્ડનો હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે.

હેન્ડઓવર પહેલા, ટાટા જૂથે એરલાઇન સંબંધિત ફેરફારો માટે પહેલેથી જ સંપૂર્ણ યોજનાઓ ઘડી લીઘી છે.આજ રોજ  ગુરુવારે મુંબઈ જતી ચાર ફ્લાઈટમાં પણ અનેક  ફેરફાર જોવા મળ્યા હતા. ટાટા જૂથે ગયા વર્ષે ઓક્ટોબરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની સાથે એર ઈન્ડિયા અને AISATSમાં 50 ટકા હિસ્સો ખરીદવાની બિડ જીતી હતી. આ જૂથ હવે ઔપચારિક રીતે એરલાઇનનો કબજો લઈ શકે છે.