Site icon Revoi.in

કર્ણાટકની ચૂંટણી પહેલા પીએમ મોદીની રાજ્યની જનતાને ખાસ અપીલ, વીડિયો શેર કરીને કહી આ વાત

Social Share

બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક  વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રેલી અને જનસભા સંબોધી ચૂક્યા છએ વિતેલા દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે એજરોજ પીએમ મોદીએ રાજ્યની જનતાને ખાસ અપીલ કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કર્ણાટક રાજ્યમાં 10 મે બુધવારના રોજ વિધાનસભાની  ચૂંટણી માટે  મતદાન યોજાવા જઈ રહ્યું છે.આ રાજ્યમાં ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીએ કર્ણાટકની જનતાને માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો.જેમાં જનતાને પીએમ મોદીએ ખાસ અપીલ કરી છએ.

પીએમનો આ વીડિયો ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો  છે. આ વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે મને કર્ણાટકના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, આ પ્રેમ મારા માટે ભગવાનના આશીર્વાદ રુપ સાબિત થાય છે. ભારતની જનતાએ ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે. કર્ણાટક આ વિકસિત ભારતના સંકલ્પનું નેતૃત્વ કરવા માટે ઉર્જાથી ભરેલું  રાજ્ય છે. અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હવે અમારો સંકલ્પ દેશને ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ કરવાનો છે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કર્ણાટકની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે.

પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકને વન ટ્રિલિયન ઈકોનોમી બનાવવા માટે ડબલ એન્જિનવાળી સરકારની જરૂર છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ‘તમારા સપના, મારા સપના એકસાથે પૂરા થશે. ભાજપ સરકાર સંપૂર્ણ ઈમાનદારીથી કામ કરશે. અત્યારે કર્ણાટકની જનતાએ ડબલ એન્જિન સરકારનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ જોઈ લીધો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, કર્ણાટકને નંબર વન બનાવવા માટે હું તમને બધાને વિનંતી કરું છું કે 10 મેના રોજ જવાબદાર નાગરિક તરીકે તમારો મત આપો. અગાઉ, કર્ણાટકમાં પ્રચાર કરતી વખતે, પીએમ મોદીએ પણ ઘણા રોડ-શોનું નેતૃત્વ કર્યું હતું, બેંગલુરુમાં ત્રણ અને મૈસુર, કલબુર્ગી અને તુમાકુરુમાં એક-એક અભિયાનનું નેતૃત્વ કર્યું છે કારણ કે ભાજપ રાજ્યમાં સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.