Site icon Revoi.in

આજથી શારદીય નવરાત્રીનો આરંભઃ- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દેશવાસીઓ નવલી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી 

Social Share

આજથી શાદીય નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, આજે પહેલું નોરતુ છે માતાજીની આરધના અને પૂજા કરવાના નવ દિવસનો આ ઉત્સવ છે, ગરબા ખેલૈયાઓ માટે આજથી ગરબાના તાલે ઝુમવાનો દિવસ છે,ત્યારે 9 દિવસન નવલી નવરાત્રીની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પીએમ મોદી સહીત ગૃહમંત્રી અમિતશાહ તથા અનેક નેતાઓએ આજથી શરુપ થનારા પર્વ પર તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે દરેકને શક્તિની ઉપાસનાના મહાપર્વ તહેવાર નવરાત્રીની ખૂબ ખૂબ  શુભેચ્છાઓ. આસ્થા અને વિશ્વાસનો આ પાવન  અવસર દરેક કોઈના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ પ્રેરિત કરે. જય માતા દી!

આ સાથે જ ગૃહમંત્રી અમિતશાહે પણ દેશવાસીઓને આજથી શરુથનારા પાવનપર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે આ નવ દિવસે માતાના અલગ અલગ રુપની પૂજા કરવામાં આવે છે,નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. શેલ એટલે પથ્થર કે પર્વત. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં તેના નામની જેમ સ્થિરતા આવે છે. આ તહેવારના દિવસોમાં શક્તિપીઠમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.