Site icon Revoi.in

કોરોના વેક્સિનની મંજુરીને લઈને ઉઠેલા સવાલો પર ભારત બાયોટેકના અધ્યક્ષએ આપ્યો સખ્ત જવાબ 

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં વેક્સિનને લઈને લોકો ઉત્સુક બન્યા છે, ત્યારે કોરોના વેક્સિન માટે વનેક્સિન બનાવનારી સીરમ સંસ્થા અને ભારત બાયોટેક સામાસામે ટક્કર આપતી જોવા મળી છે, આ બન્ને કંપનીઓ એક બીજા પર વેક્સિનને લઈને અનવના આરોપ લગાવી રહી છે, સમગ્ર દેશમાં જ્યા એક બાજુ ગૌરવ લેવા જેવી વાત છે ત્યા બીજી બાજુ ઈમરજન્સીના ઉપયોગ માચે વેક્સિનને મંજુરી આપવામાં આવતા અનેક સવાલો સર્જાયા છે.

ભારતે કોરોનાની બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દરમિયાન, ભારત બાયોટેકના સ્થાપક અને અધ્યક્ષડો કૃષ્ણ ઇલ્લા એ સોમવારના રોજ કોવેક્સિનને ઇમરજન્સી યુઝ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી પર સવાલ ઉઠાવનારાઓની સખ્ત શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે લોકોને આ મુદ્દે રાજકારણ ન કરવા વિનંતી કરી અને કહ્યું, ‘અમે આ ટીકાના હકદાર નથી’.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાનું નામ આપ્યા વગર જ ઇલ્લાએ કહ્યું, ‘અમે 200 ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે અને હજી પણ તેની ટીકા થઈ રહી છે. જો હું ખોટો છું તો મને જણાવો. કેટલીક કંપનીઓએ અમારી વેક્સિનને ‘પાણી’ તરીકે વર્ણવ્યું છે. આ બાબતને હું નકારું છું, આપણે વૈજ્ઞાનિકો છીએ. કોવાક્સિન એ બેકઅપ નથી. કેટલાક લોકો દ્વારા વેક્સિન બાબતે પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે કોઈ રાજકારણ ન હોવું જોઈએ.

પૂનાવાલાએ રવિવારે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફક્ત ત્રણ વેક્સિન અસરકારક સાબિત થઈ હતી – ફાઇઝર, મોડર્ના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને બાકીની માત્ર ‘પાણીની જેમ સલામત’ છે. ઇલ્લાએ કહ્યું કે યુએસ અને યુરોપએ બ્રિટનથી એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ વેક્સિન પરીક્ષણના ડેટા સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તે ‘સાચા’ નહોતા, તો પછી શા માટે કોઈ ઓક્સફોર્ડના ડેટા પર સવાલ ઉઠાવી રહ્યા નથી.

બાયોટેકના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ વેક્સિનના ટ્રાયલ વખતે પહેલા તો સ્વયંસેવકોને પેરાસિટામોલ આપવામાં આવી હતી, અને જો તેમની કંપનીએ આવું કંઈક કર્યું હોત, તો તેને ભારતીય નિયમનકારોએ બંધ કરી દીધી હોત. તેમણે કહ્યું, ‘અમે સ્વયંસેવકોને પેરાસીટામોલ આપી નથી, જેના કારણે જે  પણ પ્રતિકૂળ પ્રતિક્રિયા થાય છે તે સારી છે કે ખરાબ, તે 100 ટકા છે. તે વાસ્તવિક સમયમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.

સાહિન-