Site icon Revoi.in

મંદિરના દર્શન કરાવશે Bharat Gaurav Tourist Train,આ તારીખથી થશે શરૂ

Social Share

 દિલ્હી : ભારતીય રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે.ભારતીય રેલવે આગામી દિવસમાં ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દોડાવવા જઈ રહી છે.

પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. ભારત ગૌરવ ટૂરિસ્ટ ટૂર નામની આ ટ્રેન 31 માર્ચે ફિરોઝપુર રેલવે ડિવિઝનના જલંધર સિટી સ્ટેશનથી ચાલશે, જે અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી થઈને નેપાળની રાજધાની કાઠમંડુ જશે. આ અત્યાધુનિક ડીલક્સ એસી ટ્રેનની આ ખાસ ટૂર 10 દિવસની હશે.

પ્રવાસીઓ આ ટ્રેનમાં જલંધર સિટી, લુધિયાણા, ચંડીગઢ, અંબાલા કેન્ટ, કુરુક્ષેત્ર, પાણીપત, દિલ્હી, સફદરજંગ, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઇટાવા અને કાનપુર રેલ્વે સ્ટેશનોથી બેસી શકે છે. 11 થર્ડ એસી કોચવાળી આ ટ્રેનમાં 600 મુસાફરો મુસાફરી કરી શકશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન બે દેશો ભારત અને નેપાળના મુખ્ય યાત્રાધામોને આવરી લઈને ચલાવવામાં આવી રહી છે.

યાત્રામાં અયોધ્યા ઉપરાંત નંદીગ્રામ, પ્રયાગરાજ, વારાણસીને જોડવામાં આવ્યા છે. આધુનિક પેન્ટ્રી કારમાંથી પ્રવાસીઓને તેમની સીટ પર તાજા રાંધેલા શાકાહારી ભોજન પીરસવામાં આવશે. દરેક કોચમાં સીસીટીવી. કેમેરા અને સુરક્ષા ગાર્ડ આપવામાં આવશે.ત્યારે આગામી દિવસોમાં દર્શન કરવા માટે પ્રવાસીઓ આ ટ્રેનનો લાભ લઇ શકે છે.આમ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

Exit mobile version