Site icon Revoi.in

ભારતીય કપાસ નિગમ લિમિટેડએ ટેકાના ભાવે કપાસની ખરીદી,ખેડૂતોમાં ખુશીનો માહોલ

Social Share

દિલ્હી : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી પૂરી પાડે છે.

કપાસના ખેડૂતોને બચાવવા અને મહત્તમ પહોંચ મેળવવા માટે, નિગમ એ વર્તમાન કપાસ સીઝન 2022-23માં કપાસ ઉગાડતા તમામ 11 રાજ્યોમાં 400થી વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. ન્યૂનતમ ટેકાના (MSP) દરો, CCI નેટવર્ક, નજીકના ખરીદ કેન્દ્ર વગેરેની વિગતો નિગમ ની વેબસાઇટ એટલે કે “cotcorp.org.in” પર ઉપલબ્ધ છે અથવા ખેડૂતો વધુ માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન “કોટ-એલી” ડાઉનલોડ કરી શકે છે.

હાલમાં, કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) થી ઉપર પ્રવર્તે છે માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)થી નીચે કપાસનું વેચાણ કરવાની જરૂર નથી. CCI, તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર નિર્ધારિત કરાયેલ વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસની ખરીદી કરશે.

કારણ કે જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, તેથી કોઈપણ સ્તરે વરસાદથી કપાસના નુકસાનને બચાવવા માટે, MSP કામગીરી હેઠળ કપાસની ખરીદીની સુવિધા ચાલુ કપાસ સીઝન 2022-23 માટે 20.05.2023 સુધી ખુલ્લી રહેશે. જેથી ચોમાસાની શરૂઆત પહેલા કપાસની સંસાધનની પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થઇ શકે.