Site icon Revoi.in

આવનારી 16 જાન્યુઆરીએ યોજાશે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક – જેપી નડ્ડાનો કાર્યકાળ વધવાની શક્યતાઓ

Social Share

દિલ્હીઃ-  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી 16-17 જાન્યુઆરીએ બે દિવસ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાવા જઈ રહી  છે અને તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં વિસ્તરણને સમર્થન આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અને 2024માં યોજાનારી સર્વ-મહત્વની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ચૂંટણીઓ મુલતવી રાખવાની બાબત પણ ચર્ચા માટે આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ-મે 2024માં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પાર્ટીમાં આંતરિક ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે “બે દિવસીય બેઠકનું ધ્યાન આ વર્ષે રાજ્યની આગામી ચૂંટણીઓ અને આગામી સામાન્ય ચૂંટણીઓ પર રહેશે. વિચાર-વિમર્શનો બીજો મુદ્દો ભારતના G20 પ્રમુખપદ અંગેની ઝુંબેશ હશે. નડ્ડાજીની મુદત એક્સ્ટેંશન મળી રહી હોવાથી, રાષ્ટ્રીય કારોબારી નેતૃત્વના નિર્ણયને સમર્થન આપે તેવી અપેક્ષા છે તેનું સુત્રો પાસેથઈ જાળવા મળી રહ્યું છે.

વધુ વિગત અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી નડ્ડા ભાજપનું નેતૃત્વ કરે તેવી શક્યતા ઓ જોવા મળે છે. રાજકીય ઠરાવમાં, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન અને કેન્દ્ર સરકારની કામગીરી હાઇલાઇટ્સ હશે.