Site icon Revoi.in

ભરૂચનો ગોલ્ડબ્રિજ 140 વર્ષથી છે અડીખમ, 16મી મે 1881એ બ્રિજ ઉપર વાહન વ્યવહાર કરાયો હતો શરૂ

Social Share

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને સ્થળોએ ફ્લાયઓવર બ્રિજ બની રહ્યાં છે. તેમજ નદી અને કેનાલો ઉપર પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટેરિયાલ વાપરતા હોવાની ફરિયાદો ઉછી છે. જો કે, ગુજરાતમાં સવા સો વર્ષથી વધુ જૂનો બ્રિજ આજે પણ અડીખમ છે. ભરૂચના ગોલ્ડબ્રિજને 16મી મે 1881ના રોજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અંગ્રેજો દ્વારા નિર્માણ કરેલા આ બ્રિજ આજે પણ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોલ્ડબ્રિજના પુલ 7મી ડિસેમ્બર 1877થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત કરાયો હતો. તા. 16મી મે 1881 રોજ આ પુલ બનીને તૈયાર થઇ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ 45.65 લાખ રૂપિયા થયો હતો. આ પુલની વિશેષતા એ છે કે તેમાં રીવેટેડ જોઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અપુરતી જાળવણીના કારણે બ્રિજમાં રહેલું લોખંડ હવે કટાવા લાગ્યું છે. આ બ્રિજ પર હાલ નાના વાહનોને પસાર થવા દેવામાં આવે છે. આ બ્રિજ એકદમ સાંકડો હોવાથી અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.

ઈ.સ. 1860માં રેલના પાટા નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી. 1863માં નર્મદા નદીમાં આવેલ ભયંકર પુરથી પુલના છ ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલા આ ગાળાઓમાંથી ચાર જ વર્ષ પછી 1868ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ 1871માં પૂર્ણ થયું હતું. આ પુલ પાછળ રૂ. 46.93 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. નર્મદા નદીમાં આવતાં પુરના કારણે પિલરો તુટી જતાં હોવાથી નવા મજબુત બ્રિજની જરૂરીયાત ઉભી થઇ હતી. વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે બીજો હંગામી પુલ રૂપિયા 1.50 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો. 1877ના ડિસેમ્બરની 7મી તારીખથી બીજો મજબુત પુલ બાંધવાનો પ્રારંભ કરાયો હતો. આ પુલ 1881ની સાલમાં બનીને તૈયાર થયો હતો. ગોલ્ડનબ્રિજ પાછળ આશરે રૂ. ૩.07 કરોડનો ખર્ચ થયો હતો.