Site icon Revoi.in

ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટયો, આરોપીઓને રાહત નહીં

Social Share

ભીમા કોરેગાંવ મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પલટયો છે. આ ચુકાદા દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ મામલામાં પાંચ આરોપી સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે વધારે સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્ધારીત દિવસોમાં ચાર્જશીટ દાખલ નહીં કરવા પર ભીમા કોરેગાંવ હિંસાના આરોપી બાઈડિફોલ્ટ જામીનના હકદાર રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હવે વકીલ સુરેન્દ્ર ગડલિંગ, પ્રોફેસર શોભા સેન, દલિત એક્ટિવિસ્ટ સુધીર ધવલે, સોશયલ એક્ટિવિસ્ટ મહેશ રાઉત અ કેરળના રોના વિલ્સનને જેલમાં પણ રહેવુ પડશે. જોકે હવે આરોપીઓ નીચલી અદાલતમાં જામીન અરજી દાખલ કરી શકશે.

આનંદ તેલતુંબડેની સામેની એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર

આ ચુકાદા પહેલા સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં આરોપી આનંદ તેલતુંબડે વિરુદ્ધની એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં તેઓ દખલગીરી કરી શકે તેમ નથી, કારણ કે આ મામલો પ્રારંભિક તબક્કામાં છે.

આનંદ તેલતુંબડેએ એફઆઈઆરને પડકારી હતી

મહત્વપૂર્ણ છે કે તેલતુંબડેએ બોમ્બે હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. જેમાં એફઆઈઆર રદ્દ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. સુનાવણી કરી રહેલી ખંડપીઠનું કહેવું હતું કે તેલતુંબડે વિરુદ્ધ કામગીરી કરવા લાયક સામગ્રી છે. માટે તેમને જામીન આપી શકાય તેમ નથી.

યલગાર પરિષદ પર છે હિંસા ભડકાવવાનો આરોપ

મહત્વપૂર્ણ છે કે પહેલી જાન્યુઆરી-2018ના રોજ ભીમા-કોરેગાંવ હિંસાના મામલામાં યલગાર પરિષદ પર આરોપ છે કે તેમની ભડકાઉ ભાષાને કારણે હિંસા ભડકી ઉઠી હતી. તેના માટે માઓવાદી સંગઠનની પણ મદદ લેવામાં આવી હતી. હિંસામાં જાહેર અન ખાનગી મિલ્કતોને નુકસાન પણ થયું હતું.