Site icon Revoi.in

ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળતા હવે ફરીવાર આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. ભલે એકજ પક્ષની સરકાર હોય પણ જ્યારે સરકારનો મુખ્યયા બદલાય ત્યારે પોતાના પસંદના અધિકારીઓને યોગ્ય સ્થાને મુકાતા હોય છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈના કાર્યાલયમાં ફરજ બજાવતા અશ્વિનીકુમાર એમ. કે. દાસ અને ડી. એચ. શાહ જેવા મૃદુભાષી આઈ.એ.એસ. અધિકારીઓની બદલીઓ કરી નાંખી હતી. ત્યારે હવે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા સનદી અધિકારીઓની બદલી ઓર્ડર એક સપ્તાહમાં થવાની પ્રબળ શક્યતાઓ છે.

ગુજરાતના રાજકારણમાં થયેલી ઉથલ પાથલ બાદ હવે વહીવટી તંત્રની ધુરા સંભાળી રહેલા આઈએએસ અધિકારીઓની બદલી ઓર્ડર આગામી એક સપ્તાહની અંદર જ થવાની પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા સેવાઈ રહી છે.  ઉલ્લેખની છે કે આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ નવરાત્રી ની આસપાસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળમાં અધૂરી રહેલી આઇપીએસ અધિકારીઓની પણ બદલી થશે જોકે નવા મુખ્યમંત્રી અને નવા પ્રધાન મંડળની રચના બાદ હવે ટયુનિંગ અને ખાસ અધિકારીઓ માટેની માંગણી પણ નવી નિમણુંકોમાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં ચાલતી ચર્ચા મુજબ આઈએએસ અધિકારીઓની બદલીઓની સાથે સાથે આઈપીએસ અધિકારીઓની બદલીનોમાં પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો રોલ મહત્વનો રહેશે તેમ મનાઈ રહ્યું છે ઉલ્લેખની છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના મુખ્ય અધિકારીઓ પૈકી પંકજ શુકલ અને અવંતિકાસિંઘની નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી કરવામાં આવી હોવાનું પણ મનાય રહ્યું છે એટલું જ નહીં તાજેતરમાં નવી સરકારમાં પણ સીએમઓમાં કે.કૈલાશનાથન નંબર વન રહ્યા છે જેમને પૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે હવે ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓનો સવા વરસ જેટલો ટૂંકો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય ઊથલપાથલ બાદ હવે સરકારના વહીવટી તંત્રને વેગવાન બનાવવાની જવાબદારી ફરી એક વખત વરિષ્ઠ  નિવૃત અધિકારી  કૈલાસનાથન પર નાંખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએસ અધિકારીઓની બદલી અંગે ગાંધીનગરમાં ચર્ચા ચકડોળે ચઢી છે તો બીજી તરફ આઇપીએસ અધિકારીઓમાં પણ બદલી ઓર્ડર ક્યારે થશે  તેની ચર્ચા વેગવાન બની છે જો કે  મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ બાદ હવે આગામી એક સપ્તાહમાં ગમે તે ઘડીએ રાજ્યના વહીવટી પાંખના વડા એટલે કે આઈએએસ અધિકારીઓની બદલી ઓર્ડર ગમે ત્યારે થવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.