Site icon Revoi.in

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત,કતાર 2022 છેલ્લો વર્લ્ડ કપ હશે

Social Share

મુંબઈ:અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસીએ જાહેરાત કરી છે કે,વર્ષ 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે.એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે છે, કારણ કે આ પછી આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી જ યોજાશે.

અર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે કે,આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે.એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે,શું આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે તો તેણે કહ્યું કે હા, તે એકદમ છેલ્લો છે.2022 પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં થશે અને ત્યારે લિયોનેલ મેસી 39 વર્ષનો થઈ ગયો હશે.આ જ કારણ છે કે તેણે અત્યારથી જ વર્લ્ડ કપની વાત કન્ફર્મ કરી દીધી છે. લિયોનેલ મેસીએ કહ્યું કે,આ છેલ્લો વર્લ્ડ કપ છે, તેથી તે ઈચ્છે છે કે બધું સારું થાય.એક તરફ તેનાથી રાહ નથી જોવાતી અને બીજી તરફ તે એકદમ નર્વસ પણ છે.

લિયોનેલ મેસીની ગણતરી વર્તમાન સમયમાં જ નહીં પરંતુ સર્વકાલીન મહાન ફૂટબોલરોમાં પણ થાય છે.તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં અર્જેન્ટિના માટે 90 ગોલ કર્યા છે.આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે ત્રીજા નંબરે છે, સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (117 ગોલ)ના નામે છે.

જો ક્લબ ફૂટબોલની વાત કરીએ તો લાંબા સમય સુધી બાર્સેલોના ક્લબ માટે રમનાર લિયોનેલ મેસી હાલમાં પેરિસ સેન્ટ જર્મન ક્લબનો ભાગ છે.થોડા સમય પહેલા તેણે બાર્સેલોના છોડ્યું હતું. મેસીએ બાર્સેલોના માટે કુલ 474 ગોલ કર્યા છે, જ્યારે PSG માટે તેણે અત્યાર સુધીમાં 11 ગોલ કર્યા છે.