Site icon Revoi.in

તૃણમૂલ કોંગ્રેસના ગઢ  નંદીગ્રામથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ફટકો- 12 માથી ભાજપના ખાતામાં 11 સીટ

Social Share

દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની ચૂંટણી જીતી હતી. આ પહેલા વર્ષ  2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે. એ ભાજપે ભેકુટિયા સાંબે કૃષિ સમિતિની 12માંથી 11 બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક તૃણમૂલ કોંગ્રેસના ખાતામાં પડી છે. ઉલ્લએખનીય છે કે વિતેલા દિવસને આ ચૂંટણી રવિવારે યોજાઈ હતી આ દરમિયાન બન્ને પાર્ટી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

જો વિતેલા મહિનાની વાત કરીએ તો નંદીગ્રામના બીજા ભાગમાં તૃણમૂલે મોટી જીત મેળવી હતી. નંદીગ્રામ-2 બ્લોકમાં તૃણમૂલને 51 અને સીપીએમને એક સીટ મળી હતી પરંતુ ભાજપને એક પણ સીટ મળી નથી. મમતા બેનર્જીની પાર્ટીએ કોંટાઈ અને સિંગુરમાં પણ મોટી જીત મેળવી છે.રવિવારે યોજાયેલી ચૂંટણીમાં બંને પક્ષોએ એકબીજા પર હિંસાનો આરોપ લગાવ્યા હતાય

ભાજપે તૃણમૂલ પર ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે બહારના લોકોને લાવવાનો   આરોપ લગાવ્યો હતો. તૃણમૂલે આ જ આરોપો સુવેન્દુ અધિકારી પર લગાવ્યા છે.ચૂંટણી જીતનાર ભાજપના ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે તૃણમૂલે ચૂંટણીમાં અવરોધ લાવવા બહારના લોકોને લાવવાનો પ્રયાસ કર્યો હતો,જો કે તે સફળ થયો નથી, ઉલ્લખનીય છે કે નંદીગ્રામ એ મમતા બેનર્જીના ભૂતપૂર્વ સહાયક સુવેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે, જેમણે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ છોડી દીધું હતું