Site icon Revoi.in

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો:આ સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર

Social Share

મુંબઈ: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. સાઉથ આફ્રિકા (IND vs SA) સામેની બીજી ODIમાં ઈજાગ્રસ્ત થતાં રુતુરાજ ત્રીજી ODIમાં રમી શક્યો ન હતો.

રુતુરાજ આંગળીની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી અને હવે તે દક્ષિણ આફ્રિકા સામેની સમગ્ર ટેસ્ટ સિરીઝ માંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટેસ્ટ સિરીઝ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે.

વાસ્તવમાં 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા (IND vs SA ટેસ્ટ) સામે રમાયેલી બીજી ODI મેચ દરમિયાન રૂતુરાજ ગાયકવાડની આંગળીમાં ઈજા થઈ હતી. ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. આ પછી તે ત્રીજી વનડે મેચ રમવા આવ્યો ન હતો. તેના સ્થાને રજત પાટીદારને ત્રીજી ODIમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો.

હવે રુતુરાજ ઈજામાંથી સાજો થઈ શક્યો નથી અને અહેવાલ મુજબ, તે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં રુતુરાજનું બેટ જોરથી ગર્જના કરતું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેનું બેટ ન ચાલ્યું. ગાયકવાડ ODI સિરીઝની પ્રથમ બે ODI મેચમાં 5 અને 4 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.