Site icon Revoi.in

દેશમાં શરુ થશે મોટૂ અભિયાન – તમામ રાજ્યોમાં 2જી જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો ડ્રાય રન શરુ કરાશે

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રણ ઘટતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નવા સ્ટ્રેનની દહેશત પણ વર્તાઈ રહી છે, ત્યારે હવે વેક્સિનને લઈને સરકાર દ્રાવા ખુબઝ ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,આ હેઠળ હવે કેન્દ્ર સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે,વિતેલા દિવસને ગુરુવારના રોજ કેબિનેટની બેઠક મળી હતી જેમાં 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાય રન  શરુ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે,

ઉલ્લેખનીય છે કે હમણા દેશના 4 રાજ્યોમાં જ આવો ડ્રાય રન શરુ કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ, આસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશનો ,સમાવેશ થયો હતો,રાજ્યમાં ડ્રાય રનને લઈને સકારાત્મક પરિણામો ,સામે આવ્યા છે,ત્યારે હવે સમગ્ર દેશમાં સરકાર આ ડ્રાય રન શરુ કરવાનું મોટૂ અભિયાનનો આરંભ કરાશે.

આ  ડ્રાય રનમાં દરેક રાજ્યો બે શહેરને ઓળખશે, આ શહેરોમાં વેક્સિનને પહોંચાડવી, હોસ્પિટલ સુધી લઈ જવી , લોકોને બોલાવવા, ફરી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાનુ પાલન કરવું ,આ રીતે સમગ્ર બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાહિન-