Site icon Revoi.in

ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

Social Share

મુંબઈઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73 હજાર 315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 180 આંકના ઘટાડા સાથે 22 હજાર 339 ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, ફાર્મા સહિત તમામ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો, કોમોડીટી માર્કેટમાં સોના અને ચાંદીમાં તેજી યથાવત છે. સોનાના 24 કેરેટના ભાવ 72 હજાર નજીક પહોચ્યો છે જયારે ચાંદીનો પ્રતિ કિલો ભાવ 83 હજારને પાર છે.

ગત અઠવાડિયે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેથી રોકાણકારોમાં પણ ખુશી ફેલાઈ હતી. દરમિયાન બે દિવસ પહેલા ઈરાને ઈઝરાયલ ઉપર કહેલા હુમલાને પગલે દુનિયાભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. આજે સવારે ભારતીય શેર બજારમાં પણ ઈરાન-ઈઝરાયલ ઘર્ષણની અસર જોવા મળી હતી. જો બંને દેશ વચ્ચે લાંબુ ઘર્ષણ ચાલશે તે દુનિયાની અર્થવ્યવસ્થાને પણ વ્યાપક અસર પડવાની શકયતાઓ જોવા મળી રહી છે.