Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝને લઈને મોટા સમાચાર,ઓસ્ટ્રેલિયા કરી શકે છે મેજબાની

Social Share

મુંબઈ:ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝનું સાક્ષી બની શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર Simon ODonnell એ આ અંગે મોટો સંકેત આપ્યો છે.તેમણે કહ્યું કે MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે,આ બંને એશિયન કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયામાં એકબીજા સામે ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળી શકે છે.

હાલમાં ભારત અને પાકિસ્તાન માત્ર ICC અથવા બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ મળે છે.બંને દેશો વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી.પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની પહેલથી આ શક્ય જણાય છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે એમ પણ કહ્યું કે,ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝ વિશે જ નહીં પરંતુ ત્રિકોણીય વનડે સિરીઝ અંગે પણ વાતચીત ચાલી રહી છે.તે વનડે સિરીઝમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા હશે.

Simon ODonnell એ કહ્યું કે,મેલબર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ આ ટેસ્ટ સિરીઝ અને ત્રિકોણીય સિરીઝના પ્રસ્તાવથી વધ્યો છે.ભારતે છેલ્લે વર્ષ 2007માં પાકિસ્તાન સામે તેની જ જમીન પર ટેસ્ટ સિરીઝ રમી હતી.તે પછી તે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ભારતે પાકિસ્તાન સામે 1-0થી જીતી હતી.