Site icon Revoi.in

રસીકરણમાં મોટી સફળતાઃ દેશના દર ચોથા નાગરીકમાંથી એક વ્યક્તિએ લઈ લીધા વેક્સિનના બન્ને ડોઝ 

Social Share

દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ પ્રમાણે દેશભરમાં હવે દર ચાર લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8 ટકા લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે એટલે કે આ ટલી સંખ્યાએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. તે જ સમયે, 43.5 કા લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી છે.

ભારતે આ સ્થાન એવા સમયે  મેળવ્યું  છે જ્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસ છ મહિનાથી વધુ સમય પછી 3 લાખથી નીચે આવી ચૂક્યા છે. મંગળવાર સાંજ સુધીના ડેટાપ્રમાણે, ભારતમાં 64.25 કરોડ લોકોને કોરોના રસીના 87.62 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હવે ભારત ચીન પછી બીજો દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને કોવિડ રસીનો એક જ ડોઝ મળ્યો છે.

આ સંખ્યામાંથી  23 કરોડ 36 લાખ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે બાકીના 44 કરોડ 89 લાખ લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી ચૂકી છે. આનો મતલબ એ થયો કે દેશની 18.8 વર્ષથી ઉપરની વસ્તીના 24.8 ટકા લોકોને રસી આપવામાં આવી છે. બુધવારે આ આંકડો 25 ટકાને પાર કરી જશે.

આ સાથે જ દેશના સાત મુખ્ય રાજ્યો હજુ પણ રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ઉત્તરપ્રદેશમાં બંને ડોઝની સરેરાશ સંખ્યા 13.6 ટકા છે, બિહારએ 14.5 ટકા રસીકરણ પૂર્ણ કર્યું છે અને ઝારખંડમાં 16.2 ટકા પુખ્ત વયના લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.

રસીકરણની બાબતમાં, ભારતે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 22.5 કરોડ ડોઝ આપ્યા છે, જ્યારે મહિનો સમાપ્ત થવામાં હજુ બે દિવસ બાકી છે. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં, ભારતમાં કુલ 18.35 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, એટલે કે દરરોજ 59 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા હતા.