Site icon Revoi.in

બિહારઃ કોરોના દર્દીઓના આઈસોલેશન માટે તૈયાર કરાયેલી ટ્રેનની બોગીમાં લાગી આગ

Social Share

પટણાઃ બિહારના ગયામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઈસોલેશન માટે ટ્રેનની બોગીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન આ બોગીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આ સમયે ટ્રેનમાં કોઈ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેટના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

બિહારના ગયામાં રેલવે સ્ટેશન પર કોરોના દર્દીઓના આઈસોલેશન માટે રાખવામાં ટ્રેનની બોગીમાં આગ લાગી હતી. આ બોગી અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેટ અને રેલવેના અધિકારીઓ-કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ ડીઆરએમ રાજેશ કુમાર પાંડે સહિત અનેક શાખા અધિકારીઓ ગયા સ્ટેશન પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી. કોવિડ સંક્રમણ દરમિયાન, રેલ્વે તંત્રએ ડઝનેક બોગીઓને મોબાઈલ હોસ્પિટલોમાં ફેરવી હતી. જેથી જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય. આ ક્રમમાં ગયા સ્ટેશનની લૂપ લાઇનમાં કોવિડ બોગી પણ રાખવામાં આવી હતી. આ બોગીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના કારણે બોગી સળગવા લાગી હતી. સદનસીબે ઘટના સમયે ટ્રેનની અંદર કોઈ હાજર નહોતું. ફાયરબ્રિગેડ અને રેલવે વિભાગ ટ્રેનની બોગીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.