Site icon Revoi.in

બિહાર-આંધ્રપ્રદેશમાં કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ના ચુકવાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ અને બિહારમાં મૃતકોના પરિવારજનોને વળતર ચુંકવવામાં આવ્યું નહીં હોવોના મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ બંને રાજ્યોના ચીફ સેક્રેટરીને બપોરના 2 કલાકે ઉપસ્થિત રહેવા તાકીદ કરી હતી.

કેસની હકીકત અનુસાર કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને વળતર ચુકવવાની સરકારે જાહેરાત કરી હતી. જેથે દેશના વિવિધ રાજ્યોમાં મૃતક દર્દીઓના પરિવારજનોને વળતર ચુકવવામાં આવી રહ્યું છે. વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન વળતર ન ચુકવવા માટે આંધ્રપ્રદેશ બિહારના મુખ્ય સચિવોને બોલાવવાનો નિર્દેશ કર્યો છે. તેમજ કહ્યું કે, તેઓ કાયદાથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આજે બપોરના 2 કલાકે બંને ચીફ સેક્રેટરીને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે નિર્દેશ કર્યો હતો.